ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

Pre-Market: શું નિફ્ટી 100 સપ્તાહના EMA જાળવી શકશે? 22,000ની સપાટી તોડશે તો….

Text To Speech

મુંબઇ, 5 માર્ચઃ શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી મંદીવાળાનું સામ્રાજ્ય છવાયેલુ છે. સતત 10માં સત્રએ નિફ્ટી 50 નિયંત્રિત રહે અને નિફ્ટી 22000-22040 ઉપર બંધ આવ્યો હતો. એનાલિસ્ટોના અનુસાર હાલમાં ઓવરસોલ્ડ સ્થિતિમાં પણ બાઉન્સ બેકની શક્યતા છે. જો નિફ્ટી 22,000નું બંધ આપે મંદીવાળાના હેમરિંગ વચ્ચે નિફ્ટી 21900-21800 સુધી જઇ શકે છે. જોકે 22,000 ઉપર નિફ્ટી રહેશે તો તે ઉપરામાં 22,250-22,300 સુધી જઇ શકે છે. (સોમવેરા અથવા તો 5 દિવસના EMA). જો બેન્ક નિફ્ટી 38,400 (5 દિવસની EMA) સ્તરથી ઉપર બંધ રહેશે તો 28,700-49,000નું મથાળુ જોવા મળી શકે છે, જેની અગત્યની સપાટી 47,900 છે. આ પરિસ્થિતિમાં આજે બજાર ફ્લેટ સ્ટાર્ટ લે તેવી શક્યતા છે.

એશિયન બજારોમાં ગઇકાલે સાવચેતભર્યુ વલણ જોવા મલ્યુ હતું, જેમાં મોટા ભાગના નિર્દેશાંકોમાં સામાન્ય વધારો જોવા મલ્યો હતો. જાપાનનો નિક્કેઇ અને ટોપીક્સ વધીને વધીને બંધ આવ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી અને કોસડેક પણ એડવાન્સ થયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ગઇકાલે નિફ્ટી 50એ 37 પોઇન્ટના ઘટાડા સાથે 22,083નું નીચલુ સ્તર બનાવ્યુ હતું, જ્યારે બેન્ક નફ્ટી 131 વધીને 48,245 સ્તરે બંધ આવી હતી. નોંધનીય છે એનએસઇ પર 1573 એડવાન્સીંગ શેર્સ સામે ઘટાડાનો રેશિયો 1,066 રહ્યો હતો. આ તમામ પરિસ્થિત બજારમાં ઓવરસોલ્ડ પોઝીશન બતાવે છે. નિફ્ટી 21,750-21,800ના સ્તરે ડાઉન્ટ્રેન્ડ બતાવી રહ્યુ છે. જ્યારે ઉપરમા 5 દિવસની EMA 22,260 થવા જાય છે, જે ટૂંકા ગાળાની પ્રતિકાર સપાટી છે.

ટૂંકમાં કહીએ તો મોટા ભાગના બેન્કમાંર્ક નિર્દેશાંકોમા હાલમાં ડાઉનટ્રેન્ડ સ્પષ્ટ છે, ત્યારે પ્રવર્તમાન સ્તરેથી પુલબેક રેલી આવી શકે છે. જ્યાં સુધી 22,800 ઉપર બંધ નહી આવે ત્યાં સુધી મંદી છવાયેલી રહેશે. ટૂંકા ગાળાનુ સપોર્ટ સ્તર 22,000 દેખાય છે. જો તે તોડશે તો 21,800-21,550નુ સપોર્ટ સ્તર બનાવી શકે છે. પ્રતિકાર સપાટીનો ટ્રેડીગમાં સ્ક્વેર ઓફ પોઝીશનનો ઉપયોગ થઇ શકે છે.

આ પણ વાંચોઃ ફેમસ સિંગરે ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો, બે દિવસ સુધી ઘરનો દરવાજો ખોલ્યો નહીં, આવી હાલતમાં મળી આવ્યા

Back to top button