ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ડેપ્યુટી સ્પીકરનું પદ પણ NDA જ રાખશે? આ નામની થઈ રહી છે ચર્ચા, વિપક્ષ ફરી કરી શકે છે વિરોધ

  • આ વખતે ડેપ્યુટી સ્પીકરનું પદ કોઈ વિપક્ષી નેતાને નહીં પરંતુ એનડીએ પોતાની પાસે જ રાખવા માંગે છે. આમ કરવાથી એનડીએ અત્યાર સુધી ચાલી આવતી પરંપરાને તોડી નાખશે. આ વલણથી વિપક્ષ નારાજ થઈ શકે છે

દિલ્હી, 27 જૂન: ઓમ બિરલા ફરી એકવાર લોકસભાના સ્પીકર બન્યા છે પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ હજુ પણ ખાલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ડેપ્યુટી સ્પીકરનું પદ કોઈ વિપક્ષી નેતાને નહીં પરંતુ એનડીએ પોતાની પાસે જ રાખી શકે છે. આમ કરવાથી એનડીએ અત્યાર સુધી ચાલી આવતી પરંપરાને તોડી નાખશે. તે જ સમયે, એનડીએના આ સ્ટેન્ડથી સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ વધવાની પણ સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્તા પક્ષ પણ આવું કરવા માટે મજબૂર છે કારણ કે તેમને પોતાના સહયોગીઓને ખુશ કરવા છે.

શું NDA ડેપ્યુટી સ્પીકરનું પદ પણ રાખશે?

એક અહેવાલ મુજબ NDA ટૂંક સમયમાં ડેપ્યુટી સ્પીકર પદ માટે નામની જાહેરાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયને કારણે વિપક્ષ ફરી એકવાર કડક વલણ અપનાવી શકે છે. જો કે, આ એનડીએના નેતૃત્વવાળી ભાજપ સરકારની મજબૂરી છે, કારણ કે તેમને પણ તેમના સાથી પક્ષોને ખુશ કરવા માટે આ પદ તેમની પાસે રાખવું પડે એમ છે. સરકારની રચના પહેલા બંને સાથી પક્ષોની નજર સ્પીકર પદ પર હતી પરંતુ તે સમયે ભાજપે સ્પીકર પદ આપવાનીના પાડી હતી.

આ નામની ચાલી રહી છે ચર્ચા

એવી અટકળો છે કે આ વખતે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીને આ પદ મળી શકે છે. જ્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સત્તામાં હતું ત્યારે ટીડીપીના જીએમસી બાલયોગી સ્પીકર હતા અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે આ પદ તેમના પુત્ર હરીશ બાલયોગીને જશે. ટીડીપીમાં વિશ્વાસ દર્શાવવા અને એનડીએમાં આંતરિક સુમેળ જાળવવા માટે સરકાર આવું કરી શકે છે. પરંતુ બીજી તરફ, જો સરકાર આવું કરે તો શક્તિશાળી વિપક્ષો ખૂબ જ નાખુશ થઈ શકે છે.

લોકસભાના સ્પીકરનું પદ તો NDAએના નામે થયું પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ હજી બાકી છે. પરંપરાગત રીતે ડેપ્યુટી સ્પીકરનું પદ માત્ર વિપક્ષને જ મળે છે પરંતુ જો NDA આ પદ પણ તેમની જોડે રાખશે તો તે પરંપરા તોડી નાખશે. તાજેતરમાં ઇમરજન્સી મુદ્દે સંસદમાં થયેલી ચર્ચા પર કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે નારાજગી વ્યક્ત કરી છે. 18મી લોકસભાના પહેલા સત્રમાં સ્પીકર ઓમ બિરલાએ ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો અને તેને કાળો દિવસ ગણાવ્યો તે કોંગ્રેસને ગમ્યું ન હતું. કોંગ્રેસ પાર્ટીએ લોકસભા અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી ઈમરજન્સીના સંદર્ભ સામે ઔપચારિક વાંધો ઉઠાવ્યો છે અને તેને સંસદીય પરંપરાઓની મજાક ઉડાવનારી ગણાવી છે. તેના વિરોધમાં કોંગ્રેસના કેસી વેણુગોવાલે સ્પીકરને પત્ર પણ લખ્યો હતો.

આ પણ વાંચો: અખિલેશ યાદવે સંસદની બહાર ગૃહમંત્રીને બોલાવ્યા, પછી શું થયું? જૂઓ વીડિયો

Back to top button