ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

શું MS ધોની આજે IPLની છેલ્લી મેચ રમશે?

Text To Speech

ઈન્ડિયન પ્રીમિયર લીગની 68મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની સામે રાજસ્થાન રોયલ્સ રમશે.આ બંને ટીમો મુંબઈના ઐતિહાસિક બ્રેબોર્ન સ્ટેડિયમમાં સામ-સામે ટકરાશે. આ મેચમાં ક્રિકેટ ચાહકોની નજર CSKના કેપ્ટન એમ.એસ ધોની પર રહેશે. આ સિઝનની તે પોતાની છેલ્લી મેચ રમવા ઉતરવાના છે. ધોનીની ક્રિકેટર તરીકેની સફર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. જેને લઈ એવી અટકળો તેજ થઈ છે કે, શું ધોનીના IPL કરિયરની આ અંતિમ મેચ હોઈ શકે ? ધોનીએ ચાલુ સીઝને રવિન્દ્ર જાડેજા પાસેથી ફરી કેપ્ટનશીપ સંભાળી હતી ત્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તે 2023માં CSK માટે રમશે? ત્યારે ધોનીએ સહજતાથી કહ્યું હતું કે, તમે મને પીળી જર્સીમાં ચોક્કસ જોશો. પરંતુ હું કઈ જવાબદારી સાથે ટીમમાં રહીશ તે અંગે કંઈ સ્પષ્ટ કહી શકાય નહી.

ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી,પરંતુ તેમણે IPLમાં CSK તરફથી રમવાનું ચાલુ રાખ્યું હતું. હાલના સમયે પણ ધોનીની લોકપ્રિયતા ખુબ છે. ભારત દેશનો સૌથી લોકપ્રિય ક્રિકેટર હોવા ઉપરાંત તે ગ્લોબલ આઇકોન પણ છે.

ધોનીએ CSK ટીમને ચાર ટાઈટલ જીતાડ્યા

CSKના ચાર ટાઈટલ

એમએસ ધોની આઈપીએલનો સૌથી સફળ કેપ્ટન છે. ધોનીની કપ્તાનીમાં CSK ચાર વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. આ ઉપરાંત CSK તેની કેપ્ટનશિપમાં પાંચ વખત IPLની ઉપવિજેતા પણ રહી ચૂકી છે. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈની ટીમે 2010 અને 2014માં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ પણ જીત્યો છે. એમએસ ધોનીએ અત્યાર સુધીમાં 233 આઈપીએલ મેચો રમ્યો છે. તેમણે 39.30ની સરેરાશ થી 4952 રન બનાવ્યા છે, જેમાં 24 અડધી સદી સામેલ છે. ધોનીએ આઈપીએલમાં અત્યાર સુધીમાં 135 કેચ અને 39 સ્ટમ્પિંગ કર્યા છે.

Back to top button