ગુજરાતટોપ ન્યૂઝ

શું હવે માવઠાથી મળશે રાહત ? હવામાન વિભાગે કરી વધુ એક આગાહી

Text To Speech
  • આજે તથા આગામી ત્રણ દિવસ સુધી માવઠું નહીં થવાની શક્યતાઓ
  • આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહી થાય
  • રાજ્યમાં ગરમીનો પારો 40 પર પહોંચી ગયો

રાજ્યમાં ભર ઉનાળે વરસાદ વરસતા લોકોને અનેક પ્રકારની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામા આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે તથા આગામી ત્રણ દિવસ સુધી માવઠું નહીં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ દ્વારા માવઠાને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના અધિકારી ડો,. મનોરમાં મોહંતીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતુ કે આજે તથા આગામી ત્રણ દિવસ સુધી માવઠું નહીં થાય તેવી શક્યતાઓ છે. લોકોને માવઠાથી તો રાહત મળી છે. પરંતુ હવે રાજ્યમાં આકરી ગરમી પડવાની શરુઆત થઈ છે. તાપમાનનો પારો હવે વધતા આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે રાજ્યમાં ગરમીનો પારો 40 પર પહોંચી ગયો છે. અમદાવાની વાત કરવામા આવે તો અમદાવાદમાં ગરમી 40ને પાર ગયા બાદ ફરી આંકડો 40ની અંદર આવી ગયો છે.

માવઠાની આગાહી - Humdekhengenews

તાપમાનમાં પણ મોટા ફેરફારની શક્યતા નથી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 72 કલાક દરમિયાન કમોસમી વરસાદ કે માવઠું થવાની શક્યતા નથી. તેમજ તાપમાનમાં પણ મોટા ફેરફારની શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. અને તાપમાન એકાદ ડિગ્રી વધી કે ઘટી શકે છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર ઘટ્યું

મહત્વનું છે કે એપ્રિલની શરુઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામા આવી હતા. પરંતું હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર ઘટતા હવામાન સૂકું થઈ રહ્યું છે અને ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. જેથી હવે વરસાદની શક્યતા નહીવત છે.

આ પણ વાંચો : 8 મહિના બાદ ઝવેરી કમિશને ગુજરાત સરકારને રિપોર્ટ સોંપ્યો, હવે નવું રાજકારણ શરૂ !

Back to top button