સ્પોર્ટસ

IPLમાં લખનઉ કે ગુજરાત રચશે ઈતિહાસ ? જાણો IPLમાં શું હોય છે ક્વોલિફાયર-એલિમિનેટર મુકાબલો

Text To Speech

IPL 2022માં આજનો દિવસ ઐતિહાસ બનવા જઈ રહ્યો છે. આજે એટલે કે 10મેના દિવસે લખનઉ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો થશે. આ બન્ને ટીમો અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. બન્ને ટીમ 8-8 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી છે. આજે બન્ને ટીમનો જ્યારે સામ-સામે મુકાબલો હશે ત્યારે તેમની નજર ક્વોલિફાયર પર રહેશે. આજે જે ટીમ જીતશે તેના લીગમાં 18 પોઈન્ટ થઈ જશે, જે ક્વોલિફાયર-1 બનવા માટે પૂરતા હશે. લખનઉ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાયટન્સ બન્ને ટીમ IPLમાં પહેલીવાર સામેલ થઈ છે. એવામાં તેમની પાસે પહેલી ટૂર્નામેન્ટમાં ક્વોલિફાયર-1 રમવાનો ઈતિહાસ બનાવવાની પણ તક છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની હાલની સીઝનમાં આમ તો પ્લેઑફની લડાઈ ચરમ સીમાએ છે. દરેક મુકાબલો કરો યા મરો જેવો થઈ ગયો અને માત્ર એક હાર-જીતથી સમીકરણ બદલાઈ શકે છે. પરંતુ, IPLમાં રમતી બધી જ ટીમો માટે આવું નથી. લખનઉ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાયટન્સ પોતાના 11માંથી 8 મેચ જીતીને પ્લઑફમાં પોતાની જગ્યા લગભગ પાક્કી કરી ચૂકી છે. કોઈ ચમત્કારિક પ્રદર્શન જ આ ટીમોને પ્લેઑફ રમવાથી રોકી શકે છે. આ જ કારણ છે કે, હવે આ બન્ને ટીમોની નજર ટૉપ-2 પર ચોંટી ગઈ છે.

IPLમાં શું હોય છે ક્વોલિફાયર-એલિમિનેટર મુકાબલો
પોઈન્ટ ટેબલમાં ટૉપ-2માં રહેનારી ટીમ જ ક્વોલિફાયર-1 તરીકે ક્વોલિફાઈ કરે છે. જ્યારે ત્રીજા અને ચોથા નંબર પર રહેનારી ટીમ એલિમિનેટર મુકાબલા માટે ક્વોલિફાઈ કરે છે.

લીગ મેચો બાદ ટૉપ-2માં રહેનારી ટીમો વચ્ચે ક્વોલિફાયર-1નો મુકાબલો રમાય છે. આ મુકાબલામાં જીતનારી ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરે છે. જયારે હારનારી ટીમને ફાઈનલમાં જવાની વધુ એક તક મળે છે. આ ટીમ એલિમિનેટર મુકાબલો જીતનાર ટીમ સાથે ક્વોલિફાયર-2 નામની બીજી મેચ રમે છે. ક્વોલિફાયર-2ની વિજેતા ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરે છે.

IPL પહેલા અન્ય ટૂર્નામેન્ટની જેમ સેમીફાઈનલ અને ફાઈનલના ફોર્મેટમાં રમવામાં આવતી હતી. પરંતુ, એ પછી તેને વધુ રસપ્રદ બનાવવા માટે ક્વોલિફાયર, એલિમિનેટર અને ફાઈનલના ફોર્મેટમાં બદલવામાં આવી. તેનાથી ટીમો વચ્ચે ટૉપ-4ની જગ્યાએ ટૉપ-2માં જવાની હોડ લાગે છે. તેનાથી ટૂર્નામેન્ટની અંતિમ લીગ મેચ સુધી મુકાબલા રસપ્રદ રહે છે.

Back to top button