ટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલ જેલમાંથી આવશે બહાર? જામીન અરજી પર આજે આવશે મોટો નિર્ણય

Text To Speech

દિલ્હી, 05 ઓગસ્ટ: દિલ્હી હાઈકોર્ટ આજે બપોરે 2:30 વાગ્યે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી અને જામીન અરજી પર ચુકાદો સંભળાવશે. આ પહેલા 29 જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ ધરપકડને પડકારતી અરજી અને વચગાળાના જામીન માટેની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ આ કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

CBIના પક્ષ તરફથી વિશેષ વકીલ ડીપી સિંહ હાજર રહ્યા હતા. તે જ સમયે એન હરિહરન અને અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલના પક્ષ તરફથી હાજર રહ્યા હતા. સીબીઆઈએ કહ્યું હતું કે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસના અસલી સુત્રધાર છે. તેમની ધરપકડ કર્યા વગર કેસની તપાસ થઈ શકે એમ ન હતી. એક મહિનાની અંદર અમે ચાર્જશીટ દાખલ કરી.

કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો

એલ્ડરમેનની નિમણૂકના મામલામાં કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે MCD એટલે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10 ‘એલ્ડરમેન’ નોમિનેટ કરવાના LGના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર MCDમાં 10 એલ્ડરમેનને સ્વતંત્ર રીતે નોમિનેટ કરી શકે છે. આ માટે તેમને દિલ્હી સરકારના મંત્રી પરિષદની સલાહની જરૂર નથી.

એલ્ડરમેનના મુદ્દા પર, સુપ્રીમ કોર્ટે AAP સરકારને ઝટકો આપતા કહ્યું કે, “ઉપરાજ્યપાલ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10 ‘એલ્ડરમેન’ ને નિયુક્ત કરવા માટે સ્વતંત્ર છે.” દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં એલ્ડરમેનની નિમણૂકના મામલે એલજીને દિલ્હી સરકારની સલાહની જરૂર નથી.

આ પણ વાંચો: હરિયાણામાં ખેડૂતોના દરેક પાક MSP ઉપર ખરીદાશે

Back to top button