દિવાળીધર્મ

શું સૂર્યગ્રહણના કારણે શું કાળી ચૌદશ અને દિવાળી એક જ દીવસે ઉજવાશે ?

Text To Speech

હિંદુ ધર્મનો મુખ્ય અને સૌથી પ્રિય તહેવાર એટલે દિવાળી. દિવાળીને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે દિવાળી અને અન્ય તહેવારો ક્યાં દિવસે છે તેને લઈને અલગ-અલગ વાતો સાંભળવા મળી રહી છે. ત્યારે કાળી ચૌદશ અને દિવાળીને લઈને લોકોને વિવિધ પ્રશ્નો છે. શું દિવાળી અને કાળી ચૌદશ એક જ દિવસે છે ?

આ વર્ષે 21મી ઓક્ટોબરના રોજ રમા એકાદશીથી દિવાળીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કેટલાક જયોતિષીઓનું માનવું છે કે, દિવાળીનો પવન પર્વ 23 ઓક્ટોબરથી શરુ થશે. દિવાળીની તારીખમાં તફાવત હોવાને કરને લોકોમાં કાળી ચૌદશ અને દિવાળીની તારીખને લઈને મૂંઝવણ છે. કેટલાક જ્યોતિષોનું કહેવું છે કે આ વર્ષે સૂર્યગ્રહણ અને નરક ચતુર્દશી અથવા કાળી ચૌદશ અને દિવાળી બંને એક જ દિવસે છે.

શું સૂર્યગ્રહણના કારણે શું કાળી ચૌદશ અને દિવાળી એક જ દીવસે ઉજવાશે ?- humdekhengenews

હિંદુ પંચાંગ મુજબ, ધનતેરસ દર વર્ષે આસો કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે તેરસ તિથિ 22 અને 23 ઓક્ટોબર એમ બંને દિવસે આવી રહી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો 22 અને કેટલાક 23 ઓક્ટોબરે ધનતેરસ ઉજવવાની સલાહ આપી રહ્યા છે. જો કે, જ્યોતિષોના મતે 22 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવી શ્રેષ્ઠ રહેશે.

શું કાળી ચૌદશ અને દીપાવલી એક જ દિવસે ઉજવાશે?

અન્ય એક જ્યોતિષના જણાવ્યા અનુસાર, જેઓ 22 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરશે તેઓ 23 ઓક્ટોબરે કાળી ચૌદશ અને 24 ઓક્ટોબરે દીપાવલીનો તહેવાર ઉજવશે. બીજી તરફ, જેઓ 23 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરશે તેઓ 24 ઓક્ટોબરે કાળી ચૌદશ અને દિવાળી ઉજવશે. દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે પડનારા સૂર્યગ્રહણને કારણે ગોવર્ધન પૂજા અંગે પણ ઘણી મૂંઝવણ છે.

શું સૂર્યગ્રહણના કારણે શું કાળી ચૌદશ અને દિવાળી એક જ દીવસે ઉજવાશે ?- humdekhengenews

આ પણ વાંચો : સૂર્યગ્રહણ 2022 : 27 વર્ષ પછી ફરી એકવાર દિવાળી પર સૂર્યગ્રહણનો સંયોગ,જાણો કેવો રહશે પ્રભાવ

કાળી ચૌદશ અને દિવાળી ક્યારે ?

આસો માસના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિ 23મી ઓક્ટોબરે સાંજે 06.04 વાગ્યાથી શરૂ થશે અને 24મી ઓક્ટોબરે સાંજે 05.28 વાગ્યા સુધી ચાલશે. કાળી ચૌદશ અથવા નરક ચતુર્દશી 23 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ઉદયા તિથિ અનુસાર કાળી ચૌદશ 24 ઓક્ટોબરે પણ ઉજવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : જુઓ રામ મંદિરની નવી ઝલક, જાણો ક્યારથી કરી શકાશે રામ મંદિરના દર્શન

અમાવસ્યા તિથિ પ્રદોષ કાળ પહેલા સમાપ્ત થાય છે

અમાવસ્યા તિથિ 24 ઓક્ટોબરે સાંજે 05.28 વાગ્યાથી શરૂ થઈ રહી છે. જે 25 ઓક્ટોબરે સાંજે 04:19 વાગ્યા સુધી રહેશે. 25 ઓક્ટોબરની સાંજે પ્રદોષ કાળ શરૂ થાય તે પહેલાં જ અમાવસ્યા તિથિ સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં, 24મી ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરવી શ્રેષ્ઠ રહેશે.

Back to top button