ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

શું ભારત ચીન બોર્ડર પર રોપ-વે દોડાવશે? 90 મિનિટનું અંતર 16 મિનિટમાં કાપશે!

Text To Speech
  • અરુણાચલ પ્રદેશમાં આવેલી ચીનની સરહદ પર સેનાની મદદ અને વિસ્તારમાં ટુરીઝમ વધારવા માટે રોપ-વે બનાવવાની તૈયારી 

નવી દિલ્હી, 30 મે: ભારત અરુણાચલ પ્રદેશમાં ચીન સાથેની સરહદ પર રોપ-વે ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ પ્રોજેક્ટનો અભ્યાસ હાથ ધર્યો છે અને આ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ પ્રોજેક્ટથી જ્યાં આ વિસ્તારમાં ટુરીઝમ વધશે, ત્યાં સેનાને સરહદ સુધી પહોંચાડવામાં પણ મદદ મળશે. દેશમાં અનેક ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર રોપ-વે બનાવવામાં આવી રહ્યા છે. અહેવાલમાં નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટના CEO પ્રકાશ ગૌરને ટાંકીને જણાવ્યા મુજબ, તવાંગ મોનેસ્ટ્રીને જોડવા માટે 5.15 કિ.મી. લાંબો રોપ-વે બનાવવામાં આવી રહ્યો છે.

તવાંગથી તવાંગ મઠ સુધી રોપ-વે ચલાવવામાં આવશે

અરુણાચલ પ્રદેશના તવાંગથી તવાંગ મઠ સુધી રોપ-વે ચલાવવામાં આવશે. તવાંગ મઠ 17મી સદીનો છે, તે દેશના સૌથી જૂના અને સૌથી મોટા મઠમાંનો એક છે. આ સ્થળની પ્રાકૃતિક સુંદરતા અને સંસ્કૃતિને જોવા માટે પ્રવાસીઓ અહીં આવે છે. તવાંગ શહેર સમુદ્ર સપાટીથી 12000 ફૂટની ઉંચાઈ પર છે.

રોપવેનું નિર્માણ કંપની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કંપની નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ (NHLML) ના CEO પ્રકાશ ગૌરે જણાવ્યું હતું કે, તવાંગ મઠ(મોનેસ્ટ્રી)ને જોડવા માટે 5.15 કિમી લાંબો રોપ-વે બનાવવામાં આવી રહ્યો છે. અહીં મોનોકેબલ ગંડોલા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રવાસીઓ રોપ-વે દ્વારા 90 મિનિટના બદલે 16 મિનિટમાં મઠ પહોંચી જશે. આ રોપ-વેમાં દરરોજ 10,000 મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે. આ પ્રોજેક્ટ માટે બિડ મંગાવવામાં આવી છે અને કામ નાણાકીય વર્ષ 2024માં એનાયત કરવામાં આવશે.

આ પણ જુઓ: નરેન્દ્ર મોદી ધ્યાન ધરવાના છે એ વિવેકાનંદ ખડક શું છે? વડાપ્રધાને કેમ આ સ્થળ પસંદ કર્યું?

Back to top button