શું ભારત પાસે પોતાનું ChatGPT હશે? અશ્વિની વૈષ્ણવે કર્યો મોટો દાવો, થોડા અઠવાડિયામાં થશે જાહેરાત
ભારત ChatGPTનું પોતાનું વર્ઝન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની ટિપ્પણી બાદ આ અટકળો લગાવવામાં આવી રહી છે. તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત પાસે ChatGPTનું પોતાનું વર્ઝન હશે? આના જવાબમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘થોડા અઠવાડિયા રાહ જુઓ. મોટી જાહેરાત કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે સોમવારે તાજ પેલેસ હોટેલમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં બોલતા આ વાત કહી. તેમણે કહ્યું કે આજે વિશ્વમાં ભારતની ઓળખ ટેકનોલોજીની દ્રષ્ટિએ એક સમૃદ્ધ દેશ તરીકે થાય છે. તેમણે કહ્યું, ‘એક સમય હતો જ્યારે ભારત માત્ર ટેકનોલોજીનો ઉપભોક્તા હતો. પરંતુ આજે એવો સમય આવી ગયો છે જ્યારે વિશ્વના મોટા ટેક ડેવલપર્સ ઈચ્છે છે કે કોઈ ભારતીય સ્ટાર્ટઅપ અથવા બિઝનેસમેન તેમની સાથે ભાગીદારીમાં કામ કરે.
કેન્દ્રીય મંત્રીએ સિલિકોન વેલી બેંકના ડૂબવાનો પણ ઉલ્લેખ કર્યો
ભારતમાં ઝડપથી વધી રહેલા સ્ટાર્ટઅપ સેક્ટરના સમુદાય અંગે તેમણે કહ્યું કે આપણે આમાં રાજદ્વારીઓને પણ લેવા જોઈએ, જેઓ સમગ્ર વિશ્વમાં આપણી ક્ષમતા વિશે જણાવે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ સિલિકોન વેલી બેંકના ડૂબવાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ સંકટ સમયે પણ અમે ભારતીય સ્ટાર્ટઅપ્સને બચાવ્યા. વૈષ્ણવે કહ્યું કે સિલિકોન વેલી બેંકની કટોકટીમાં અમે ભારતીય સ્ટાર્ટઅપ્સને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ભારતીય બેંકોમાં તેમની થાપણો જમા કરાવવા માટે ગમે તે કરી શકે છે. પ્રક્રિયા સરળ રીતે ચાલી અને ભારતના કોઈપણ સ્ટાર્ટઅપને તેની અસર થઈ ન હતી. તેમણે કહ્યું કે અમે હવે 6G ટેલિકોમ સર્વિસ પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે 4G અને 5Gના સંદર્ભમાં વિશ્વ સાથે સ્પર્ધા કરી છે. હવે આપણે 6G ટેક્નોલોજી દ્વારા નેતૃત્વની ભૂમિકામાં જોવા મળશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમને 6G ટેલિકોમ ટેક્નોલોજી માટે 127 પેટન્ટ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો : આ ડર નથી તો શું છે ? અતીકના કાફલાની સાથે તેના પરિવારની મહિલાઓ પણ પહોંચી