ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

શું ભારત ‘નાટો પ્લસ’નું બનશે સભ્ય? અમેરિકન સંસદીય સમિતિએ ભારત માટે કરી ભલામણ

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પહેલાં, અમેરિકન કોંગ્રેસની એક શક્તિશાળી સમિતિએ નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) પ્લસમાં ભારતનો સમાવેશ કરવાની ભલામણ કરી છે. નાટો પ્લસ (હવે નાટો પ્લસ 5) એ એક સુરક્ષા વ્યવસ્થા છે જે વૈશ્વિક સંરક્ષણ સહયોગ વધારવા માટે નાટો અને પાંચ સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયાન જેવા દેશથી બનેલું ગ્રુપ છે.

ભારતને કેટલો ફાયદો?

ભારતનો આ સમુહમાં સમાવેશ થવાથી દેશને આધુનિક સૈન્ય તકનીકની ઍક્સેસ મળશે. યુએસએ ચાઈનાને સબક શિખવાડવા માટે ‘નાટો પ્લસ’માં ભારતનો સમાવેશ કરીને નાટો પ્લસને મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો હતો. .

શું કહ્યુ અમેરિકાએ?

અમેરિકાની આ પસંદગી સમિતિએ જણાવ્યુ હતું કે, સમિતિએ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના(CCP)ની સાથે વ્યૂહાત્મક સ્પર્ધા જીતવા અને તાઈવાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુ.એસ.એ ભારત સહિત અન્ય સહયોગીઓ સાથે સંબંધો મજબૂત કરવાની જરૂર છે. નાટો પ્લસમાં ભારતનો સમાવેશ કરવાથી હિંદ-પેસિફિક ક્ષેત્રમાં CCPના આક્રમણને રોકવા અને વૈશ્વિક સુરક્ષાને મજબૂત કરવા માટે અમેરિકા અને ભારત વચ્ચેની ભાગીદારી વધશે.

શું ભારતને મળશે સદસ્યતા?

છેલ્લા છ વર્ષથી આ પ્રસ્તાવ પર કામ કરી રહેલા ભારતીય-અમેરિકન રમેશ કપૂરે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ બાબત છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ ભલામણને નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ 2024માં સ્થાન મળશે અને આખરે તે કાયદો બની જશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાતે જશે.

આ પણ વાંચો: SCO બેઠકમાં ખરી ખોટી સાંભળવા છતાં ભારતયાત્રાને સફળ અને ફળદાયી ગણાવતા પાક.વિદેશમંત્રી

Back to top button