ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

લગ્ન વગર માં બનશે ઇલિયાના ડી ક્રુઝ? તસવીર શેર કરતા થઇ ટ્રોલ

Text To Speech
  • સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહેવા ટેવાયેલી છે ઇલિયાના
  • ઇન્સ્ટાગ્રામની પોસ્ટથી ફેન્સ થયા આનંદિત, તો કેટલાકે કરી ટ્રોલ
  • એક તસવીરમાં બેબી સુટ અને બીજામાં પેન્ડેન્ટની તસવીર

બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ થોડા સમયથી ભલે મોટા પડદાથી દૂર હોય, પરંતુ તેના અંગત જીવન અને સોશિયલ મીડિયા પોસ્ટ્સથી હેડલાઇન્સમાં રહે છે. ફરી વખત આવું જ કંઇક બન્યુ છે. અભિનેત્રીએ મંગળવારે સવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેને જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ઈલિયાના પ્રેગ્નેન્ટ છે.

 

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાના ડીક્રુઝે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે. આમાંથી એકમાં ન્યૂ બોર્ન બેબીનો બોડીસૂટ જોવા મળે છે, જેના પર લખ્યું છે, ‘ એન્ડ સો ધ એડવેન્ચર બિગિન્સ’ તે જ સમયે, બીજી તસવીરમાં એક પેન્ડન્ટ દેખાઈ રહ્યું છે, જેના પર ‘મામા’ લખેલું છે. ઇલિયાના દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટે સોશિયલ મીડિયાની દુનિયામાં સનસનાટી મચાવી દીધી છે. આ જોઈને લોકોએ તેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. અભિનેત્રીએ તસવીરો શેર કરીને ચોંકાવનારું કેપ્શન પણ આપ્યું છે. ઇલિયાનાએ લખ્યું, ‘કાન્ટ વેઇટ ટુ મીટ યુ માય લિટલ ડાર્લિંગ.

લગ્ન વગર માં બનશે ઇલિયાના ડી ક્રુઝ? તસવીર શેર કરતા થઇ ટ્રોલ hum dekhenge news

લોકો પુછી રહ્યા છે પિતા કોણ છે?

રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ `બરફી`માં જોવા મળેલી ઈલિયાનાની આ પોસ્ટ જોઈને તેના ફેન્સ ખુશ છે જોકે બીજી બાજુ તે અનમેરિડ હોવાના લીધે ટ્રોલ પણ થઇ છે. ઇલિયાનાને લોકો બાળકના પિતા વિશે પ્રશ્નો પૂછતા જોવા મળે છે.

ઇલિયાના ડીક્રુઝની પોસ્ટનો જવાબ આપતા એક યુઝરે લખ્યું, તમે લગ્ન ક્યારે કર્યા? બીજાએ લખ્યું છે કે બાળકનો પિતા કોણ છે? જો કે, ઇલિયાનાએ આ પોસ્ટ દ્વારા સ્પષ્ટ નથી કર્યું કે તે ગર્ભવતી છે, પરંતુ આ તસવીરો જોઈને ચાહકો તેની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ‘દેવ ડી’ ફેમ અભિનેત્રી માહી ગિલે ગુપચુપ કર્યા લગ્નઃ એક પુત્રીની માતા પણ છે

Back to top button