ટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

Google હજુ વધુ છટણી કરશે? સુંદર પિચાઇએ આપ્યો આ જવાબ

Text To Speech
  • ટેક કંપનીઓનો છટણીનો સિલસિલો જારી
  • ગૂગલના સીઇઓ પિચાઇએ આપ્યા છટણીના સંકેત
  • આવનારા સમયમાં ખર્ચમાં ઘટાડો કરી શકે છે 

વર્ષ 2022થી શરૂ થયેલો ટેક કંપનીની છટણીનો સિલસિલો વર્ષ 2023માં પણ જારી છે. મેટા, માઇક્રોસોફ્ટ, એમેઝોન, ટ્વિટર જેવી અનેક કંપનીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં છટણી કરી છે. તેની અસર દુનિયાભરના કરોડો કર્મચારીઓ પર પડી છે. આ લિસ્ટમાં દિગ્ગજ ટેક કંપની ગૂગલનું નામ પણ સામેલ છે. એમેઝોન અને મેટાના નકશે કદમ પર ચાલતા ગૂગલ ખુબ જલ્દી કર્મચારીઓની મોટા પાયે છટણી કરે તો નવાઇ નહીં.

Google આવનારા સમયમાં હજુ વધુ છટણી કરશે? સુંદર પિચાઇએ આપ્યો આ જવાબ hum dekhenge news

તેનો જવાબ આપતા ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ કહ્યુ કે કંપની હાલમાં પોતાના કામકાજને લઇને ખુબ ફોકસ્ડ છે. હજુ તેને ગતિ આપવા માટે ઘણા બધા કામ કરવાના બાકી છે. તેમણે એમ પણ કહ્યુ કે અમે અમારા જરૂરી કાર્યને પ્રાથમિકતા મુજબ જોઇશું અને લોકોની પસંદગી પણ એ જ રીતે કરીશું.

Google આવનારા સમયમાં હજુ વધુ છટણી કરશે? સુંદર પિચાઇએ આપ્યો આ જવાબ hum dekhenge news

આવનારા સમયમાં થઇ શકે છે વધુ છટણી

સુંદર પિચાઇએ એ તરફ ઇશારો કર્યો છે કે ગૂગલ આવનારા સમયમાં વધુ કર્મચારીઓની છટણી કરી શકે છે. સીઇઓએ સ્પષ્ટ કર્યુ કે તેઓ ગૂગલમાં કામકાજને 20 ટકા વધુ કુશળ બનાવવા ઇચ્છે છે. આવા સંજોગોમાં પોતાના કામને વધુ શ્રેષ્ઠ રીતે કરવાની કોશિશ કરી રહ્યા છે. આ સાથે સુંદર પિચાઇએ કહ્યુ કે કંપની પોતાના ખર્ચ અને કમાણી પ્રમાણે ફરી વખત રિસ્ટ્રક્ચર કરવાની કોશિશ કરી રહી છે અને આ માટે તે ખર્ચમાં કાપ મુકી શકે છે. તે માટે જે પગલા જરૂરી હશે તે લેવાશે.

Google આવનારા સમયમાં હજુ વધુ છટણી કરશે? સુંદર પિચાઇએ આપ્યો આ જવાબ hum dekhenge news

ગૂગલનું ફોકસ એઆઇ પર

ગુગલ હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ફોકસ કરી રહ્યુ છે. પિચાઇએ કહ્યુ કે અમે અમારા મહત્ત્વના કાર્યો માટે એઆઇનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ક્ષેત્રમાં હજુ ઘણા કામ કરવાના બાકી છે. કંપની આગામી સમયમાં કેટલા કર્મચારીઓની છટણી કરશે તે નક્કી નથી, પરંતુ જરૂર પડે તો તે પણ કરાશે.

આ પણ વાંચોઃ ડેબ્યુ પહેલા સુહાના ખાન ઇન્ટરનેશનલ બ્રાન્ડની એમ્બેસેડરઃ લોકો ભડક્યા

Back to top button