ટ્રેન્ડિંગનેશનલમીડિયા

રણવીર ઈલાહાબાદિયાની જીભ કાપનારને 1 લાખનું ઈનામ, અખિલ ભારત હિન્દુ મહાસભાના નેતાઓ YouTuberપર ભડક્યા

HD ન્યુઝ ડેસ્ક :   યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા કોમેડી શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર તેની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મુશ્કેલીમાં છે. તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. લોકોએ તેને આંડેહાથ લીધો છે. આ બધાની વચ્ચે અખિલ ભારત હિંદુ મહાસભા પણ યુટ્યુબરના વિરોધમાં ઉતરી આવી છે. તેણે જાહેરાત કરી છે કે રણવીર અલ્હાબાદિયાની જીભ કાપનારને 1 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

લખનૌમાં અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ યુટ્યુબ પર પ્રતિક્રિયા આપતા આ વાત કહી છે. રણવીર અલ્હાબાદિયાને ‘સનાતન વિરોધી’ ગણાવતા, તેમણે કહ્યું કે ‘તેણે સનાતન વિરુદ્ધ અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી છે, જેનાથી વ્યાપક રોષ ફેલાયો છે. તેની ગંદી જીભ કાપનારને ₹1 લાખનું ઈનામ આપવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

હાલમાં જ બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ યુટ્યુબ શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં આપેલા વિવાદાસ્પદ નિવેદનોને લઈને તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાના વીડિયો સામે વાંધો ઉઠાવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાએ જે કર્યું તે અત્યંત નિંદનીય અને એટલું ગંદું છે કે કહેવું પણ મુશ્કેલ છે. આવા લોકોને પાઠ ભણાવવો જોઈએ, તેમને માફ ન કરવા જોઈએ પરંતુ દિલ અને દિમાગથી સાફ કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પોલીસે બુધવારે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા, સમય રૈના, આશિષ ચંચલાની, અપૂર્વ મુખિજા અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કોમેડી શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર આ યુટ્યુબર્સ દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ બાદ વિવાદ ઉભો થયો છે. જેના કારણે તેમની સામે ઘણા શહેરોમાં કેસ નોંધવામાં આવી રહ્યા છે.

મહિલા આયોગે રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અન્યને સમન્સ પાઠવ્યા છે. દરેકને 17મી ફેબ્રુઆરીએ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે. આ સુનાવણી નવી દિલ્હીમાં NCW ઓફિસમાં થશે.

યુટ્યુબરે તાજેતરમાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર જબરદસ્ત વિરોધ થયો હતો, ત્યારબાદ અલ્હાબાદિયાએ માફી પણ માંગી હતી. જો કે, સામાન્ય લોકોથી લઈને સાંસદો સુધી તેમના નિવેદન પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. મહિલા આયોગે પણ તેની નોંધ લીધી છે. ગુવાહાટી પોલીસે સોમવારે રણવીર અલ્હાબાદિયા અને અન્ય 4 લોકો વિરુદ્ધ ટિપ્પણીઓ પર કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો : બિલાડી માસીએ પ્લેન હાઈજૈક કર્યું, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો

Back to top button