શું એલન મસ્ક અમેરિકાની સિલિકોન વેલી બેંક પણ ખરીદશે? જાણો શું કહ્યું
એલન મસ્ક Twitter બાદ હવે સિલિકોન વેલી બેંકને ખરીદવાની તૈયારી બતાવી છે. અમેરિકા સહિત સમગ્ર વિશ્વને સ્ટાર્ટઅપ ફંડિંગ પુરૂ પાડતી સિલિકોન વેલી બેંકે એક મોટા સંકટનો સામનો કરવો પડ્યો છે. અમેરિકન રેગ્યુલેટરીએ આ બેંકને તાળા મારવાનો આદેશ આપ્યો છે, કારણ કે તેની નાણાકીય સ્થિતિ ઘણી નબળી થઈ ગઈ છે. તે જ સમયે, ભારતીય રોકાણકારોની ચિંતા વધી છે. યુએસ રેગ્યુલેટરે સિલિકોન વેલી બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો છે અને ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને તેનું રીસીવર બનાવ્યું છે.
હવે આ અંગે બીજી ચર્ચા જાગી છે કે શું Twitterની જેમ એલન મસ્ક પણ તેને ખરીદશે? વાસ્તવમાં, Razer CEO Min Liang Tanએ એક ટ્વીટમાં કહ્યું છે કે એલન મસ્ક કટોકટીથી ઘેરાયેલી સિલિકોન વેલી બેંક (SVB) ખરીદવી જોઈએ અને તેને ડિજિટલ બેંક બનાવી શકે છે.
આ પણ વાંચો : 9 બાળકોનો પિતા એલન મસ્ક, જાણો જુડવા બાળકોને જન્મ આપનારી શિવોન જીલીસ વિશે
એલોન મસ્કે રસ દાખવ્યો
રેઝરના CEOના ટ્વીટનો જવાબ આપતા ટેસ્લાના CEO એલન મસ્કએ કહ્યું કે હું આ વિચારને આવકારું છું. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એલન મસ્ક આ બેંકને ખરીદવામાં રસ ધરાવે છે અને તેને ખરીદી શકે છે.
2008 પછીની સૌથી મોટી બેંકિંગ કટોકટી
સ્ટાર્ટઅપ કેન્દ્રિત ધિરાણકર્તા બેંક SVB ફાઇનાન્શિયલ ગ્રુપ 2008 પછીની સૌથી મોટી બેંકિંગ કટોકટી તરીકે ઉભરી આવી છે. તેને શુક્રવારે બંધ કરવામાં આવી. ગ્રુપના શેરમાં 70 ટકાનો ઘટાડો થયો હતો. કેલિફોર્નિયા બેંકિંગ રેગ્યુલેટરે આ બેંકને બંધ કરીને ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને રિસીવર તરીકે નિયુક્ત કર્યા છે.
આ પણ મસ્ક : ટ્વિટર ખરીદ્યા પછી એલોન મસ્કે ફ્રી સ્પીચને લઈને કરી મોટી વાત, જાણો ટેસ્લા ચીફે શું કહ્યું
સિલિકોન વેલી બેંક (SVB)ના વડાએ કર્મચારીઓને આવું કહ્યું
સિલિકોન વેલી બેંક (SVB) ફાયનાન્સિયલ ગ્રૂપના વડાએ કર્મચારીઓને વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે બેન્કિંગ રેગ્યુલેટર સાથે ભાગીદારને શોધવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ડીલ અટકશે તેની કોઈ ગેરંટી નથી. હાલમાં, ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) એ નિયંત્રણ લીધું છે.
ગ્રેગ બેકરે કંપનીના શેર વેચ્યા
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, 27 ફેબ્રુઆરીએ, એક ટ્રેડિંગ પ્લાન હેઠળ, ગ્રેગ બેકરે કંપનીના $3.6 મિલિયનના શેર વેચ્યા. અગાઉ, પ્રથમ વખત 12,451 શેર વેચાયા હતા.