શું ખાદ્ય તેલ મોંઘા થશે? કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત


- ખાદ્ય તેલ પર આયાત ડ્યૂટીમાં વધારો થતાં સોયાબિન ઓઈલ, સરસવ તેલ, અને પામોલિન ઓઈલની કિંમતોમાં વધારો થવાની ભીતિ છે
HD ન્યુઝ ડેસ્કઃ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ખાદ્ય તેલ પર આયાત ડ્યૂટી વધારવા જઈ રહી છે. સ્થાનિક ખેડૂતો અને એડિબલ ઓઈલ મેકર્સને ટેકો આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર છ મહિનાથી પણ ઓછા સમયમાં બીજી વખત આયાત ડ્યૂટીમાં વધારો કરશે.
ખાદ્ય તેલ મોંઘા થશે
ખાદ્ય તેલ પર આયાત ડ્યૂટીમાં વધારો થતાં સોયાબિન ઓઈલ, સરસવ તેલ, અને પામોલિન ઓઈલની કિંમતોમાં વધારો થવાની ભીતિ છે. કેન્દ્ર સરકાર ખાદ્ય તેલો પરની અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવા ડ્યૂટીમાં વધારો કરી રહી છે, પરંતુ તેના કારણે સ્થાનિક માગને પહોંચી વળવા સ્થાનિક વેપારીઓ અને ઉત્પાદકો ભાવમાં વધારો કરી શકે છે.
ઈન્ડસ્ટ્રીને થશે ફાયદો
ખાદ્ય તેલોની નીચા દરે આયાતથી સ્થાનિક ખેડૂતોને મોટુ નુકસાન થઈ રહ્યું છે. જેને ધ્યાનમાં લેતાં સરકારે બીજી વખત આયાત ડ્યૂટીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ સપ્ટેમ્બર, 2024માં આયાત ડ્યૂટી 20 ટકા વધારી હતી. આયાત ડ્યૂટીમાં વધારો થતાં ખેડૂતો અને સ્થાનિક ઈન્ડસ્ટ્રીને લાભ થશે. તેમજ સોયાબીન અને સરસવ ઓઈલની નિકાસને વેગ મળશે.
કુલ જરૂરિયાતના 60 ટકા ખાદ્ય તેલની આયાત
અગાઉ ખાદ્ય તેલો પર ડ્યૂટી વધારવામાં આવતાં સોયાબીનમાં તેજી આવી હતી. રિફાઈન્ડ ઓઈલની ડ્યૂટી ઘટાડવા તેમજ પામોલિન ઓઈલની ડ્યૂટીમાં વધારો કરવાની માગ ઈન્ડસ્ટ્રીએ કરી છે. ભારત પોતાની કુલ જરૂરિયાતના 60 ટકા ખાદ્ય તેલ આયાત કરે છે. ડ્યૂટીમાં વધારો થતાં સ્થાનિક ખેડૂતોના વેચાણને વેગ મળશે. તેમજ ઓઈલ મેકર્સ પણ સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારી નિકાસને વેગ આપી શકશે.
ગ્રાહકોને કોઈ લાભ નહીં?
કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર, 2024માં ખાદ્ય તેલો પર આયાત ડ્યૂટી વધારવામાં આવ્યા બાદ સ્થાનિક સ્તરે ખાદ્ય તેલના ભાવ ઘટવાની શક્યતા હતી, પરંતુ વેપારીઓ અને ઉત્પાદકોએ તેનો કોઈ લાભ ગ્રાહકોને આપ્યો ન હતો. આ વખતે ફરી એકવાર આયાત ડ્યૂટીમાં ઘટાડો થાય તો શું ગ્રાહકો સુધી આ લાભ પહોંચાડવામાં આવશે કે કેમ તે એક સવાલ છે.
આ પણ વાંચોઃ અદાણીની MPમાં 1.1 લાખ કરોડના રોકાણની જાહેરાત, 1 લાખથી વધુ યુવાઓને રોજગાર મળશે