ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ડીઝલ કાર થશે મોંઘી? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી આ મોટી જાહેરાત

  • ડીઝલ વાહનો પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ કરશે નીતિન ગડકરી
  • ડીઝલ પર ચાલતા વાહનો પર 10 ટકા વધારાનો GST લાદવામાં આવશે
  • ઝડપથી ડીઝલ વાહનોને બાય બાય કરવાનો સમય આવી ગયો છે

ભારતમાં ડીઝલ એન્જિનના વાહનો ખરીદવાનું ટૂંક સમયમાં મોંઘુ થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત કરી છે. 63માં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM) કન્વેન્શનમાં સંબોધન કરતી વખતે તેમણે જાહેરાત કરી હતી કે નાણામંત્રી નિર્મલા સિતારમણ સાથે મળીને ડીઝલ એન્જિનના વાહનો પર જીસટી વધારવાની માંગ કરવાનો વિચાર ચાલી રહ્યો છે. જો કે આ પછી ચર્ચાનો દોર છેડાતા તેમણે આ વિધાન અંગે ટ્વિટર પર ચોખવટ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં મોટાભાગના કોમર્શિયલ વાહનો ડીઝલ પર ચાલે છે.

જીએસટી 10 ટકા વધારવા માંગણી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ડીઝલ એન્જિનના વાહનો પર જીએસટી 10 ટકા વધારવો જોઈએ. આ માટે તેણે એક પત્ર તૈયાર કર્યો છે. જે તે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને આપે તેવી વકી છે. દિલ્હીમાં આયોજિત SIAMના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા. જ્યાં તેમણે આ માહિતી આપી. કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ રહી છે. મેં છેલ્લા આઠ-દસ દિવસથી એક પત્ર તૈયાર કર્યો છે જે આજે સાંજે નાણામંત્રીને આપીશ.

નાણામંત્રીને આપવાના પત્રમાં શું લખ્યુ છે?

પત્રમાં લખ્યું છે કે ભવિષ્યમાં ડીઝલ પર ચાલતા તમામ એન્જિનો પર વધારાનો 10 ટકા જીએસટી લગાવવો જોઈએ, જેથી આ વાહનોનું ટ્રાન્સફરમેશન પણ ઝડપી થાય. ગડકરીએ કહ્યું કે તેઓ ઓટોમોબાઇલ કંપનીઓ ડીઝલ એન્જિનના વાહનોના નિર્માણને ઘટાડવા માટે ડીઝલથી ચાલતા વાહનો પર જીએસટી વધારવાની વાત આગળ મૂકી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ વાહન ઉત્પાદકોને પેટ્રોલ અને ડીઝલને બદલે વૈકલ્પિક ઈંધણ સાથે દેશમાં વધુને વધુ ઈલેક્ટ્રીક અને અન્ય ટેકનોલોજીવાળા વાહનો લાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે કંપનીઓએ જાતે સમજીને જ આવા વાહનોનું પ્રોડક્શન ઘટાડવું જોઇએ જે પ્રદુષણમાં વધારો કરે છે કારણકે જો તેઓ સામેથી પહેલ નહીં કરે તો સરકારે પગલાં લેવા પડશે.

આ કરવું જરૂરી છે જેથી પ્રદુષણ ઘટાડી શકાય. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના 10 ટકા વધારાના જીએસટીના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર એક ટ્વીટ પણ કરાયું હતું. કેન્દ્રીય મંત્રી વતી, એવું કહેવામાં આવ્યું હતું કે તે સ્પષ્ટ કરવું જરૂરી છે કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર દ્વારા સક્રિય વિચારણા હેઠળ નથી.

આ પણ વાંચોઃ ‘જવાન’નો દબદબોઃ પાંચ દિવસમાં કરી 550 કરોડની કમાણી

Back to top button