વિનેશ ફોગાટને ચૂંટણીમાં ઉતારશે કોંગ્રેસ? પાર્ટી આજે લેશે નિર્ણય; આ ચહેરાઓ પર થશે મનોમંથન
- ઓલિમ્પિકથી પરત ફરેલી વિનેશ ફોગાટના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી, જેમાં તેમની સાથે કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા જોવા મળ્યા હતા
નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર: શું કોંગ્રેસ ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટને વિધાનસભા ચૂંટણીમાં ઉતારશે? આ અંગેની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. દરમિયાન કોંગ્રેસનું કહેવું છે કે, તે મંગળવારે સ્પષ્ટ કરશે કે વિનેશ ફોગાટને ચૂંટણીમાં ઉતારવામાં આવે કે નહીં. વધુ વજન હોવાના કારણે ઓલિમ્પિકમાં ફાઈનલ મેચ ચૂકીને પરત ફરેલી વિનેશ ફોગાટના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા જોવા મળ્યા હતા. આ સિવાય ભૂપિન્દર સિંહ હુડ્ડાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, અમે વિનેશ ફોગાટનું સન્માન કરવા માંગીએ છીએ. જો અમારી પાસે હરિયાણામાં રાજ્યસભાની એક પણ બેઠક હોત તો અમે વિનેશ ફોગાટને તક આપી હોત.
અહેવાલો મુજબ, સોમવારે બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓને કહ્યું છે કે, હરિયાણામાં જો ચૂંટણી આમ આદમી પાર્ટી સાથે લડવામાં આવે તો કેવું રહેશે. રાહુલ ગાંધીએ નેતાઓને આ મામલે વિચાર કરવા કહ્યું છે. હાલમાં આ મુદ્દે પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે.
વિનેશ ફોગાટને વિધાનસભા ચૂંટણીમાં ઉતારવાની જોરદાર અટકળો
આવી સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા વિનેશ ફોગાટને વિધાનસભા ચૂંટણીમાં ઉતારવામાં આવે તેવી જોરદાર અટકળો ચાલી રહી છે. સોમવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક પછી પાર્ટીના મહાસચિવ દીપક બાબરિયાએ કહ્યું કે, અમે મંગળવારે આ અંગે જાણ કરીશું. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે લગભગ 30 નામો પર નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે.
અહેવાલ મુજબ, બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓને પણ કહ્યું કે, જો ચૂંટણી આમ આદમી પાર્ટી સાથે લડવામાં આવે તો કેવું રહેશે. રાહુલ ગાંધીએ નેતાઓને આ મામલે વિચાર કરવા કહ્યું છે. આજે કુમારી સેલજા અને રણદીપ સુરજેવાલાને પણ ચૂંટણીમાં ઉતારવા કે નહીં તે અંગે ચર્ચા થશે. સેલજા CM પદ માટે દાવો કરી રહી છે અને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે. આ સિવાય સુરજેવાલા પણ આ માટે તૈયાર જણાય છે. આ દરમિયાન ભૂપિન્દર હુડ્ડા તરફથી કહેવું છે કે, સુરજેવાલાની જગ્યાએ તેમના પુત્રને ચૂંટણીમાં ઉતારવો જોઈએ. મળતી માહિતી મુજબ, હુડ્ડા તરફથી સુરજેવાલાને દૂર રાખવા માટે સૂચન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, અજય માકનની સ્ક્રીનિંગ કમિટીએ 49 સીટોની યાદી તૈયાર કરી છે. જેમાંથી 30 પર નિર્ણય લેવામાં આવ્યો છે.