શું કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની સરકાર પડી ભાંગશે? ટૂંક સમયમાં યોજાઇ શકે છે ચૂંટણી
- ખાલિસ્તાનીઓના સમર્થનમાં ઉભી રહેલી જસ્ટિન ટ્રુડોની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ, ગઠબંધન તૂટયું
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: ખાલિસ્તાનીઓના સમર્થનમાં ઉભી રહેલી જસ્ટિન ટ્રુડોની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. છેલ્લા અઢી વર્ષથી ગઠબંધનમાં રહેલી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ જસ્ટિન ટ્રુડોની પાર્ટી સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આ પછી જસ્ટિન ટ્રુડોની સરકાર ડગમગવા લાગી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, કેનેડામાં મધ્યસત્ર ચૂંટણી પણ યોજાઈ શકે છે. માર્ચ 2022માં, ન્યુ ડેમોક્રેટિક પાર્ટીએ લિબરલ પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકારની રચના કરી હતી. જોકે, બુધવારે NDP નેતા જગમીત સિંહે કહ્યું કે, “તેઓ અગાઉના તમામ સમજૂતી રદ્દ કરી રહ્યા છે.” જેથી વિપક્ષ આગામી સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે.
The deal is done.
The Liberals are too weak, too selfish and too beholden to corporate interests to stop the Conservatives and their plans to cut. But the NDP can.
Big corporations and CEOs have had their governments. It’s the people’s time. pic.twitter.com/BsE9zT0CwF
— Jagmeet Singh (@theJagmeetSingh) September 4, 2024
જસ્ટિન ટ્રુડોની સરકાર દ્વારા ટકી રહેવાના પ્રયાસો
હાલમાં જસ્ટિન ટ્રુડોની સરકાર કોઈને કોઈ રીતે સંસદના આગામી સત્ર સુધી ટકી રહેવા માંગે છે. સંસદનું સત્ર 16 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. NDPએ સમર્થન પાછું ખેંચી લીધા બાદ વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી ઘણી ખુશ દેખાઈ રહી છે. વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. કેનેડામાં ઓક્ટોબર 2025માં ચૂંટણી યોજાવાની હતી. જો કે, જસ્ટિન ટ્રુડોની સરકાર પડી તો મધ્યસત્ર ચૂંટણીઓ યોજવી પડશે. કન્ઝર્વેટિવ પાર્ટી અનુસાર, મધ્યસત્ર ચૂંટણીમાં તેને સત્તાધારી લિબરલ પાર્ટી પર ફાયદો થશે.
બ્રિટિશ કોલંબિયાની ક્વાટલેન પોલીટેકનિક યુનિવર્સિટીના પ્રોફેસર શિન્દર પુરેવાલે જણાવ્યું હતું કે, NDP માટે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કન્ઝર્વેટિવ્સને સમર્થન આપવું જરૂરી નથી. NDP એ ચોક્કસપણે જસ્ટિન ટ્રુડોની પાર્ટીમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. જો કે, એવું કહી શકાય નહીં કે તે ભવિષ્યમાં કન્ઝર્વેટિવ પાર્ટીને ટેકો આપશે. ટ્રુડોની સામે બીજો રસ્તો છે. ગૃહમાં ત્રીજો સૌથી મોટો પક્ષ પણ છે, જે જો સમર્થન આપે તો ટ્રુડોની સરકાર ટકી શકે છે. તેમાં 32 સીટો છે. જ્યારે NDP પાસે માત્ર 24 બેઠકો હતી.
એનડીપીના જગમીત સિંહે શું કહ્યું?
NDPના જગમીત સિંહે કહ્યું કે, ટ્રુડોએ લોકોને નિરાશ કર્યા છે. હવે તેમને તક ન મળવી જોઈએ. આવી સ્થિતિમાં તેઓ તમામ સમજૂતી રદ્દ કરી રહ્યા છે.
આ પણ જૂઓ: Time મેગેઝીને AI વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી કરી જાહેર, જાણો ક્યાં ભારતીયોનો થયો સમાવેશ