ગુજરાતચૂંટણી 2022

શું આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડી શકશે?

Text To Speech

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની ધારણા છે. ગુજરાતના તમામ પક્ષો આ અંતર્ગત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ગુજરાતમાં કોંગ્રેસ ચૂપચાપ પ્રચાર કરી રહી છે ત્યારે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને જનતાને અનેક મોટા વચનો આપી રહ્યા છે. આ દરમિયાન ભાજપ પણ પોતાનું મેદાન મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે. તમામ પક્ષોના મોટા નેતાઓ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

ગુજરાતમાં કોને મળી શકે છે જીત?
ગુજરાતમાં એક સર્વેના પરિણામમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બને તેવી શક્યતા છે. ડેટા અનુસાર, ગુજરાતમાં 63% લોકો માને છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે. 9% માને છે કે કોંગ્રેસ જીતશે અને 19% માને છે કે આપ જીતી શકે છે. ગુજરાતમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળશે તે અંગે પણ ઓપિનિયન પોલ બહાર આવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં કોની પાસે કેટલી બેઠકો છે?
ઉત્તર ગુજરાતમાં બેઠકોની વાત કરીએ તો ભાજપને 20-24 બેઠકો, કોંગ્રેસને 8-12 બેઠકો, આપને 0-1 બેઠકો અને અન્યને 0-1 બેઠકો મળી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં કોની પાસે કેટલી બેઠકો છે?
ભાજપના ખાતામાં 27-31, કોંગ્રેસને 3-7, આમ આદમી પાર્ટી 0-2 અને અન્યને 0-1 બેઠકો મળી શકે છે.

સૌરાષ્ટ્રમાં કોની પાસે કેટલી બેઠકો છે?
સૌરાષ્ટ્રમાં ભાજપને 38-42 બેઠકો, કોંગ્રેસને 11-15 બેઠકો, આપને 0-1 બેઠકો અને અન્યને 0-2 બેઠકો મળી શકે છે.

મધ્ય ગુજરાતમાં કોની પાસે કેટલી બેઠકો છે?
મધ્ય ગુજરાતમાં ભાજપને 46-50, કોંગ્રેસને 10-14, આપને 0-1 અને અન્યને 0-2 બેઠકો મળવાની સંભાવના છે.

શું ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડી શકશે?
ગુજરાતમાં ભાજપનો વોટ શેર 47%, કોંગ્રેસ 32%, આપ 17% અને અન્ય 4% છે. હવે જો ગુજરાતની તમામ બેઠકોની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં 135-143 બેઠકો આવી શકે છે. તે જ સમયે, કોંગ્રેસના ખાતામાં 36 – 44 બેઠકો, આપના ખાતામાં 0-2 બેઠકો અને અન્યના ખાતામાં 0-3 બેઠકો આવી શકે છે. આ જોતા એવી લાગી રહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતે જ પોતાનો જૂનો રેકોર્ડ તોડી શકે છે.

આ પણ વાંચો: હિમાચલના ડુંગર AAP માટે રળિયામણા નથી : જાણો કેમ AAP હિમાચલ છોડીને ગુજરાત પર વધુ ધ્યાન આપી રહી છે?

Back to top button