ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

શું 31 માર્ચે રવિવારે બેન્કો ખુલ્લી રહેશે? RBIએ સર્ક્યુલર જારી કર્યો

Text To Speech

નવી દિલ્હી, 21 માર્ચ: RBIએ બેન્કોને 31 માર્ચે સરકારી કામકાજ માટે શાખાઓ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. 31 માર્ચે રવિવાર છે અને વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ પણ છે. ભારતીય રિઝર્વે બેન્કે એક નિવેદનમાં કહ્યું છે કે, ભારત સરકારે 31 માર્ચ, 2024 (રવિવાર)ના રોજ સરકારી રસીદો અને ચૂકવણીઓથી સંબંધિત બેન્કોની તમામ શાખાઓને વ્યવહારો માટે ખુલ્લી રાખવા વિનંતી કરી છે જેથી નાણાકીય વર્ષ 2023-24માં રસીદો અને ચૂકવણીઓ સંબંધિત તમામ સરકારી વ્યવહારોનો હિસાબ કરી શકાય.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એજન્સી બેન્કોને સલાહ આપવામાં આવે છે કે તેઓ 31 માર્ચ, 2024 (રવિવાર) ના રોજ સરકારી વ્યવસાય સાથે સંબંધિત તેમની તમામ શાખાઓ ખુલ્લી રાખે.

માર્ચ મહિનામાં કુલ 14 દિવસની બેન્ક રજાઓ

અગાઉ, RBI દ્વારા રાષ્ટ્રીય સ્તરે જાહેર કરાયેલી બેન્ક રજાઓની યાદીમાં કહેવામાં આવ્યું હતું કે 31 માર્ચ, 2024 રવિવારના રોજ દેશભરમાં બેન્કો બંધ રહેશે. મહત્ત્વનું છે કે, RBIએ વર્ષ 2024 માટે બેન્ક હોલીડેઝની યાદી બહાર પાડી છે, જેમાં વિવિધ રાજ્યોમાં આવતી ઘણી તહેવારોની રજાઓ સિવાય તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે જે મુજબ માર્ચ મહિનામાં કુલ 14 દિવસ બેન્કો બંધ રહેવાની હતી.

RBIની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, માર્ચના આવતા સપ્તાહમાં ઘણી બેન્ક રજાઓ હશે. આવી સ્થિતિમાં, જો તમારું બેન્કિંગ સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ અટકી ગયું હોય, તો બેન્કમાં જતા પહેલા રજાઓનું લિસ્ટ ચોક્કસપણે તપાસી લેજો.

આ પણ વાંચો: શું બેંક હવે અઠવાડિયામાં 5 દિવસ જ કામ કરશે, દર શનિવારે અને રવિવારે બેંક બંધ રહેશે?

Back to top button