ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થશે કે નહીં? રાઘવ ચઢ્ઢાએ આપ્યો જવાબ

  • EDએ ફરી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી, 21મી ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. જોકે, રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે કેજરીવાલ 19 ડિસેમ્બરે વિપશ્યના માટે જઈ રહ્યા છે.

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને EDનું આ બીજું સમન્સ છે. આ પહેલા EDએ કેજરીવાલને 2 ડિસેમ્બરે પૂછપરછ માટે નોટિસ પણ મોકલી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલે નોટિસને ગેરકાયદે ગણાવીને પાછી ખેંચવાની માંગ કરી હતી. તે ED સમક્ષ હાજર થયા ન હતા. ત્યારે હવે ફરી વખત ED દ્વારા કેજરીવાલને સમન્સ મોકલવામાં આ વખતે કેજરીવાલ ED સમક્ષ હાજર થશે કે નહીં તેનો જવાબ આપના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આપ્યો છે.

AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને પૂછવામાં આવ્યું કે શું કેજરીવાલ ED સમક્ષ હાજર થશે તો તેમણે કહ્યું કે, આજે જો આ દેશમાં કોઈ પણ વ્યક્તિ ભાજપ સરકાર પર સવાલ કરે છે તો તેની ધરપકડ કરવામાં આવે છે અથવા તો સસ્પેન્ડ કરવામાં આવે છે. જો આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈન ભાજપમાં જોડાવાની સંમતિ આપે તો તેઓ 2 મિનિટમાં જેલમાંથી મુક્ત થઈ જશે. ઢોલ-નગારાં સાથે ભારતીય જનતા પાર્ટી તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરશે. ભાજપે જેમને ભ્રષ્ટાચારી કહ્યા તે નેતાઓ ભાજપમાં જોડાયા કે તરત જ તેમના કેસ સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

AAP સાંસદે કહ્યું કે, ‘આજે જો ભાજપ કોઈથી ડરે છે તો તે અરવિંદ કેજરીવાલ છે. ભાજપ અરવિંદ કેજરીવાલને નબળા પાડવા માંગે છે. ઉંધતાં જાગતાં આ લોકોના સપનામાં માત્ર અરવિંદ કેજરીવાલ જ આવે છે’.

કેજરીવાલ 19 ડિસેમ્બરથી વિપશ્યના માટે જઈ રહ્યા છે: રાઘવ

રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “દરેક વ્યક્તિ જાણે છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 ડિસેમ્બરથી વિપશ્યના માટે જઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ હંમેશા વિપશ્યના માટે જતા હોય છે. આ અરવિંદ કેજરીવાલનો પૂર્વ આયોજિત કાર્યક્રમ છે. અરવિંદ કેજરીવાલ વકીલો પાસેથી સલાહ લઈને EDને જવાબ આપવો કે નહીં તે નક્કી કરશે અને આગળની કાનૂની રણનીતિ તૈયાર કરશે.”

 

કામ સમર્પણથી કરવું પડશેઃ ચઢ્ઢા

વિપક્ષી ગઠબંધન અંગે રાઘવે કહ્યું, “મારું માનવું છે કે તમામ રાજકીય પક્ષોએ સંપૂર્ણ ગંભીરતા અને સમર્પણ સાથે આવવું પડશે. આ રાજકીય પક્ષોનું સમર્થન નથી પરંતુ દેશની 135 કરોડની વસ્તીનું સમર્થન છે. આ એક મહત્વપૂર્ણ ગઠબંધન છે અને દેશની જનતા આ ગઠબંધન તરફ આશા સાથે જોઈ રહી છે કે આ ગઠબંધન સફળ થશે. લોકો ઈચ્છે છે કે દેશમાં એવી સરકાર હોવી જોઈએ જે લોકશાહી અને બાબા સાહેબ આંબેડકરના બંધારણનું સન્માન કરે.”

આ સાથે રાઘવે કહ્યું, I.N.D.I. ગઠબંધનની બેઠકમાં સીટ વહેંચણી પર ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં શું ચર્ચા થશે અને શું રણનીતિ ઘડવામાં આવશે તે બેઠક બાદ તમને વિગતવાર જણાવવામાં આવશે.

આ પણ વાંચો: ઈન્ડી ગઠબંધનની બેઠકઃ સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત ટોચના નેતાઓ હાજર

Back to top button