કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

કોંગ્રેસ એક્શન મોડમાં : 15મી સુધીમાં જાહેર કરશે પહેલું લીસ્ટ, સ્ક્રિનિંગ કમિટીના સભ્યો ગુજરાત આવશે

Text To Speech

વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટીની જેમ કોંગ્રેસ પણ ચૂંટણી જાહેર થયા પહેલાં જ ઉમેદવારો જાહેર કરશે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, 5 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે. જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક કરશે. આ પહેલા 4 તારીખે સ્ક્રિંગ કમિટીના સભ્યો આવશે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાશે અને 15 તારીખ પહેલા કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે.

કોંગ્રેસ સામે બે પડકાર, આમ આદમી પાર્ટી પણ ફૂલ ફોર્મમાં
વધુમાં કોંગ્રેસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા હોવા છતાં કોંગ્રેસને તૂટતી બચાવવા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસને માત્ર ભાજપનો પડકાર નથી પરંતુ આમ આદમી પાર્ટી પણ આ વખતે ફુલ ફોર્મમાં દેખાઈ રહી છે. વારંવાર દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ કમરી કસી લીધી છે. તેના ભાગરૂપે કોંગ્રેસે પ્રદેશ સમિતિમાં 39 નેતાઓનો સમાવેશ કર્યો છે. સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોત અને રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી વેણુગોપાલએ પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, લોકસભા ઈન્ચાર્જ સાહિતીના આગેવાનો સાથે આગમી ચૂંટણીને લઈ રણનીતિ ઘડી હતી.

રાજસ્થાનનું હેલ્થ મોડલ ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત
વધુમાં ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક અશોક ગહેલોતે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. ગહેલોતે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ગુજરાતમાં આગામી ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતના રસ્તાઓ આજે સારા રહ્યા નથી. પહેલા એવું કહેવાતું હતું કે રાજસ્થાનના રસ્તા સારા નથી, હવે પરિસ્થિતિ વિપરિત થઈ ગઈ છે.રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે. રાજસ્થાન જેવી સ્વાસ્થ્ય યોજના વિશ્વમાં ક્યાંય નથી. જો 2022માં કૉંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો રાજસ્થાન સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં પણ લાગૂ કરવામાં આવશે. ગુજરાતમાં રાઇટ ટુ હેલ્થ મોડલ લાગૂ કરાશે.

આવતા મહિનાના અંત સુધીમાં બીજી યાદી પણ જાહેર કરી દેવાશે
મહત્વનું છે કે કોંગ્રેસ પ્રભારી રઘુ દેસાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ 15મી સુધીમાં તેની પ્રથમ યાદી જાહેર કરી દેશે ત્યારે સૂત્રો પાસેથી તેમ પણ જાણવા મળ્યું છે કે, પ્રથમ યાદી જાહેર કર્યા બાદ તેના એક સપ્તાહ બાદ બીજી યાદી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને માત્ર પ્રચાર કરવાનો રહેશે. બુથ મેનેજમેન્ટ અને બુથ પર કોને મૂકવા ક્યાં સભા કરવી સહિતની બાબતોમાં ઉમેદવારો દખલગીરી નહીં કરી શકે. વહેલી યાદી જાહેર કરી ઉમેદવારોને પ્રજા વચ્ચે જઈ પ્રચાર શરૂ કરી દેવાની સૂચના આપવામાં આવશે.

Back to top button