શું અમિતાભ બચ્ચની ફિલ્મ ‘ઉંચાઈ’ કમાણીની નવી ઉંચાઈઓ સર કરશે ?


બોલીવુડ દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ’ ઉંચાઈ’ 11 નવેમ્બરેના દિવસે રીલીઝ થઇ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે અનુપમ ખેર , બોમન ઈરાનીનો જેવા કલાકારો જોવા મળ્યા છે. ઊંચાઈ ફિલ્મને પહેલા દિવસે લિમિટેડ સ્ક્રીન પર રીલીઝ કરવામાં આવી હતી. આ રીલીઝના પહેલા દિવસે ફિલ્મે ઠીકઠાક કમાણી કરી હતી. રિલીઝના બીજા દિવસે ‘ઊંચાઈ’ ફિલ્મે ધાર્યા કરતાં સારી કામણી કરી હતી. સૂરજ બડજાત્યાની ‘ઉંચાઈ’ ફિલ્મની કમાણી બોક્સ ઓફીસ પર આશ્ચર્ય જનક લાગે છે. આ ફિલ્મ ઓછા બજેટમાં બનેલી છે. શુક્રવારના દિવસે રીલીઝ થયેલી ઊંચાઈ’ ફિલ્મને ક્રિટિક્સ અને જનતાનો રીવ્યુ પોઝેટીવ મળ્યો છે.
આ પણ વાંચો : આ વર્ષે બોલિવુડના આ બાળકલાકારો એ જીત્યા ફેન્સના દિલ
ફિલ્મ ‘ઉંચાઈ’ની કમણી
ઉંચાઈફિલ્મને પહેલા દિવસે 500 સ્ક્રીન પર રીલીઝ કરવામાં આવી હતી.’ઉંચાઈ’ ફિલ્મના પ્રથમ દિવસે 1.81કરોડની કામણી કરી હતી. જ્યારે બીજા દિવસે આ ફિલ્મે 3.64 કરોડની કમાણી કરી હતી . આ કમાણી જોઈ ટ્રેડ એક્સપર્ટ્સ પણ આશ્ચર્યજનક જોવા મળ્યા છે . બોક્સ ઓફીસ પર સતત ત્રીજા દિવસ ‘ઉંચાઈ’ ફિલ્મએ 4.71કરોડની કમાણી કરી છે.

શું ‘ઉંચાઈ’ ફિલ્મ સુપર હિટ જશે ?
સૂરજ બડજાત્યાની ‘ઉંચાઈ’ ફિલ્મ 30-40 કરોડના બજેટમાં બનાવવામાં આવેલ છે. ફિલ્મના રિલીઝ થયા પછી વિકેન્ડમાં સારી કમાણી થઇ છે. શું વર્કિંગ ડે માં પણ ‘ઊંચાઈ’ સારી કમાણી કરશે ? તે એક પ્રશ્ન છે. 18 નવેમ્બરના દિવસે અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ થિયેટરમાં રીલેઝ થવા જઈ રહી છે. અજય દેવગનના ચાહકો ઘણા સમયથી ફિલ્મ ‘દ્રશ્યમ 2’ની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય 25 નવેમ્બરે વરુન ધવનની ફિલ્મ ‘ભેડિયા’ પણ આવી રહી છે. આથી ‘ભેડિયા’ અને ‘દ્રશ્યમ 2’ સામે ‘ઉંચાઈ’ ફિલ્મને ટકી રહેવું પડકારજનક સાબિત થશે.