ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

શું અંબાણીનો પરિવાર હવે રાજકારણમાં આવશે? અનંતે કહ્યું…

જામનગર, 28 ફેબ્રુઆરી: અંબાણી પરિવાર વર્ષોથી ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવવામાં અગ્રણી માનવામાં આવે છે. હવે અનંત અંબાણી, આકાશ અંબાણી અને ઈશા અંબાણી તેમના પરિવારના આ વારસાને આગળ ધપાવી રહ્યા છે. મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી પારિવારિક વ્યવસાયના વારસદાર છે. ટૂંક સમયમાં જ અનંત ગુજરાતના જામનગરમાં તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે પ્રી-વેડિંગ ફંક્શન હોસ્ટ કરવા જઈ રહ્યા છે.

પોતાને વિશેષાધિકૃત માને છે અનંત અંબાણી

આ પહેલા અનંતે ઈન્ડિયા ટુડે સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું હતું કે તે કોઈપણ પ્રકારનું દબાણ અનુભવી રહ્યો નથી. તેણે કહ્યું, ‘કોઈ દબાણ નથી. મને લાગે છે કે આવા પરિવારમાં જન્મ લેવાનું મને સૌભાગ્ય મળ્યું છે. હું નસીબદાર છું કે મારા પિતા ટોચના બિઝનેસમેન છે. તેમણે માત્ર મને જ નહિ પરંતુ બીજા ઘણા લોકોને સારાં કામ કરવા અને ભારતમાં ઉદ્યોગો બનાવવાનું શીખવ્યું છે.

તેણે આગળ કહ્યું, ‘મારા પિતા અને મારા દાદાએ રિલાયન્સને ઘણી ઊંચાઈઓ પર પહોંચાડી છે અને હવે મને લાગે છે કે મારા પિતાના સંકલ્પને પરિપૂર્ણ કરવાની જવાબદારી મારી, મારા ભાઈ અને મારી બહેનની છે.

આખા પરિવારને સનાતન ધર્મમાં વિશ્વાસ છે: અનંત અંબાણી

અનંતે એ પણ ખુલાસો કર્યો કે એક વિશ્વ-કક્ષાનો વેપારી પરિવાર હોવા ઉપરાંત, તેઓ બધા ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે અને સનાતન ધર્મમાં માને છે. અનંતે કહ્યું, ‘મારો ભાઈ શિવનો મોટો ભક્ત છે. મારા પિતા ભગવાન ગણેશની પૂજા કરે છે. મારી માતા નવરાત્રી દરમિયાન નવ દિવસ ઉપવાસ કરે છે. મારી દાદી પણ શ્રીનાથજીના ભક્ત છે. મારા પરિવારમાં દરેક વ્યક્તિ ભગવાનના ભક્ત છે. આપણી પાસે જે કંઈ છે તે તેણે આપ્યું છે. અમે માનીએ છીએ કે ભગવાન સર્વત્ર છે. મારો આખો પરિવાર સનાતન ધર્મમાં માને છે.

શું અનંત અંબાણી રાજકારણમાં આવવા માંગે છે?

જ્યારે અનંતને પૂછવામાં આવ્યું કે શું તે રાજકારણમાં આવવા માગે છે? તો તેણે તરત જ જવાબ આપ્યો, ‘રાજકારણમાં રસ નથી.’

જામનગર હાલમાં હજારો મહેમાનોના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે, જેમાં ઘણી જાણીતી હસ્તીઓ, સેલિબ્રિટીઓ અને પોપ સ્ટાર્સ સામેલ છે. અંબાણી પરિવારની ખુશીમાં અનેક દિગ્ગજ લોકો સામેલ થવાના છે. ગેસ્ટ લિસ્ટમાં મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાંત જેવાં નામ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રી-વેડિંગ સેરેમનીમાં ગ્લોબલ પોપ સ્ટાર રિહાના પણ પરફોર્મ કરવા જઈ રહી છે. આ ત્રિદિવસીય સમારંભ 1 માર્ચથી 3 માર્ચ સુધી જામનગરમાં અંબાણી આવાસ ખાતે યોજાવાનો છે.

આ પણ વાંચો: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમા VVIP અને સ્ટાર્સનો જમાવડો

Back to top button