અલ્લૂ અર્જૂન બદલશે પોતાનું નામ?: જાણો તેની પાછળનું કારણ


મુંબઈ, 1 એપ્રિલ, 2025: સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની ફિલ્મ ‘પુષ્પા 2’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બર 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસની કમાણી સાથે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મની સફળતા બાદ એવી ચર્ચા છે કે અલ્લુ અર્જુન પોતાનું નામ બદલવાનું વિચારી રહ્યો છે. Allu Arjun પોતાનો લુક બદલશે તેવા સમાચાર આવ્યા હતા. આ સમાચાર બાદ હવે અભિનેતા પોતાના નામમાં બે અક્ષરો ઉમેરવાની યોજના બનાવી રહ્યો છે.
પુષ્પા 2 માં રેકોર્ડ બ્રેક કમાણી કર્યા બાદ હવે અલલુ અર્જુન પોતાના નામમાં થોડો ફેરફાર કરવા માંગે છે. તેઓ તેમની સફળતા અને કારકિર્દીના વિકાસને વધારવા માટે અંકશાસ્ત્રના આધારે વધારાના અક્ષરો ઉમેરવાનું વિચારી રહ્યા છે. જોકે આ અંગે હજુ અલલુ અર્જુન દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. અલ્લુ અર્જુન તેના આગામી પ્રોજેક્ટ્સને કારણે ચર્ચામાં છે. એટલી સાથે તે પેન ઈન્ડિયા પ્રોજેક્ટ શરુ કરવા જઈ રહ્યો છે. તેનું શીર્ષક હજુ નક્કી થયું નથી. હાલમાં તેનું નામ AA22 રાખવામાં આવ્યું છે. તેની જાહેરાત 8 એપ્રિલે અભિનેતાના જન્મદિવસે થવાની અપેક્ષા છે.
અલ્લુ અર્જુન નામ બદલવાનું વિચારી રહ્યો છે. જો કે તેણે આ માટે અંક શાસ્ત્રીની સલાહ લીધી છે. તેના નામમાં 2 યુ અને 2 એન ઉમેરવાની વિચારણા ચાલી રહી છે. જો કે ફિલ્મ એક્સપર્ટ આને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે હવે અલ્લુ અર્જુનના આગામી પ્રોજેક્ટની જાહેરાત થવાની છે.
આ પણ વાંચો..આંખો પર પટ્ટી બાંધીને હોસ્પિટલની બહાર ધર્મેન્દ્રએ જીત્યા ફેન્સના દિલ