શું ‘આદિપુરુષ’ બનશે વર્ષની સૌથી હિટ ફિલ્મ?
પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂન એટલે કે આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ વિશે ઘણી ચર્ચા છે અને તે તેના શરૂઆતના દિવસે સારી કમાણી કરશે તેવી અપેક્ષા છે. બીજી તરફ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને ‘આદિપુરુષ’ની રિલીઝ પહેલા પ્રભાસ-કૃતિ સહિતની ટીમને શુભેચ્છા પાઠવી અને લખ્યું, ‘ભગવાન શ્રી રામની કૃપા બની રહે.’
દિલ્હી અને મુંબઈમાં ‘આદિપુરુષ’ની ટિકિટ 2000 રૂપિયા સુધી વેચાઈ રહી છે. તે જ સમયે, ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ઘણી જગ્યાએ હાઉસફુલ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ‘આદિપુરુષ’ની બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડવાની અટકળો ચાલી રહી છે.ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ એપિક રામાયણનું સિનેમેટિક રૂપાંતરણ છે. તે 16 જૂન 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં 3D પ્રિન્ટમાં રિલીઝ થશે.
‘આદિપુરુષ’ને તેની રિલીઝ પહેલા ખૂબ જ ચર્ચા મળી રહી છે અને તે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી શકે છે. 40 થી 50 કરોડના ઓપનિંગ કલેક્શન સાથે આ ફિલ્મ 16 જૂનના રોજ ખુલશે તેવી અપેક્ષા છે. ‘આદિપુરુષ’ મહાકાવ્ય રામાયણથી પ્રેરિત છે ‘આદિપુરુષ’ હિન્દી અને તેલુગુમાં એક સાથે શૂટ કરવામાં આવી છે. આ ભાષાઓની સાથે, તેને તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ ડબ કરવામાં આવી છે.
ફિલ્મને U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને તેનો રનટાઈમ 2 કલાક 59 મિનિટનો છે.આદિપુરુષ આ વર્ષની સૌથી મોટી રીલીઝ થવાની ધારણા છે.આ સાથે હિન્દીમાં ઓછામાં ઓછી 4 હજાર સ્ક્રીન અને તમામ ભાષાઓમાં 6 હજાર 200 સ્ક્રીન પર રીલીઝ થવાની ધારણા છે.
આ પણ વાંચો : ‘ટાઈગર 3’ના સેટ પરથી લીક થયો વીડિયો સલમાન અને શાહરૂખ આવ્યા નજરે