ટ્રેન્ડિંગમનોરંજન

37 વર્ષ પછી અભિનેતા ગોવિંદા અને સુનિતા લેશે છૂટાછેડા? મરાઠી અભિનેત્રી સાથે અફેરની ચર્ચા

Text To Speech

મુંબઈ, 25 ફેબ્રુઆરી : 2025: આજકાલ સેલિબ્રિટીઓના જીવનમાં છૂટાછેડાની ઘટનાનું પ્રમાણ વધ્યું છે. હવે 1980-90ના સુપર સ્ટાર ગોવિંદાની ગૃહસ્થીમાં પણ ખટાશ ઉભી થઈ હોવાના અહેવાલો મળ્યા છે. લગ્નના 37 વર્ષ બાદ ગોવિંદા તેની પત્ની સુનીતા આહુજાને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. જો કે આ અંગે ગોવિંદા અને સુનીતા આહુજા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સોશિયલ મીડિયા પર લગ્નજીવનના આ તબક્કામાં છૂટાછેડાની વાતોએ યુઝર્સે અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ગોવિંદાએ પોતાની જબરદસ્ત એક્ટિંગ અને ડાન્સિંગ ટેલેન્ટથી ફેન્સમાં એક ખાસ જગ્યા બનાવી છે. દરેક શૈલીની ફિલ્મો કરી ચૂકેલા ગોવિંદાને મોટા પડદા પર જોવા માટે ચાહકો ઉત્સુક છે. હાલમાં ગોવિંદા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ગોવિંદાના 37 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકવાના નિર્ણય પાછળનું કારણ 30 વર્ષીય મરાઠી એક્ટ્રેસ છે. અફવા છે કે, ગોવિંદાનું મરાઠી એક્ટ્રેસ સાથે અફેર છે. જો કે, ગોવિંદા અને સુનિતા બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ગોવિંદાના પત્ની સુનીતા આહૂજા તેમના બિંદાસ સ્વભાવ માટે જાણીતા છે. થોડા સમય પહેલા જ્યારે ગોવિંદાને ગોળી વાગી હતી, ત્યારે આ વાત સામે આવી હતી કે તેઓ હવે તેમના પત્ની સુનીતા આહૂજાની સાથે રહેતા નથી. હવે બંનેના છૂટાછેડાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સુનીતા આહૂજા કેટલાક ઈન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે ગોવિંદા હવે તેમની સાથે રહેતા નથી. તેઓ મજાક-મજાકમાં તેમના અફેર વિશે પણ બોલી ચૂક્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે ગોવિંદા અને સુનીતા આહૂજાના અલગ થવાનું કારણ એક 30 વર્ષની મરાઠી એક્ટ્રેસ છે. મરાઠી એક્ટ્રેસ સાથે ગોવિંદાની વધતી જતી નિકટતાને કારણે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે.

આ પણ વાંચો..પ્રીતિ ઝિંટાની 18 કરોડ રૂપિયાની લોનનો વિવાદ? શું છે મામલો?

Back to top button