બનાસકાંઠામાં ઘાયલ પક્ષીઓને સારવાર માટે વાઇલ્ડ લાઇફ હેલ્પ લાઇન શરૂ કરાઇ
- વાઇલ્ડ લાઇફ હેલ્પ લાઇન નંબર 8320002000 ઉપર “Karuna” એવો વોટ્સઅપ મેસેજ કરી સારવાર કેન્દ્રની વિગત મેળવી શકાશે
- પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનું વેચાણ થાય તો પોલીસ કંટ્રોલ રૂમ 02742-252600
પાલનપુર : આગામી તા. 10 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી ચાલનારા કરૂણા અભિયાન-2023 ની પૂર્વ તૈયારીના ભાગરૂપે તારીખ 06 જાન્યુ.2023 ના રોજ કલેક્ટર, બનાસકાંઠાના અધ્યક્ષસ્થાને નાયબ વન સંરક્ષક, વન વિભાગ, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી, નાયબ પશુપાલન નિયામક, એડીશનલ ચીફ એન્જીનીયર, યુ.જી.વી.સી.એલ., ડેપો મેનેજરની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં નાયબ વન સંરક્ષક, વન્યપ્રાણી વિભાગ, બનાસકાંઠા-પાલનપુર દ્વારા કરૂણા અભિયાન-2023 અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર મળી રહે તે હેતુથી વાઇલ્ડ લાઇફ હેલ્પ લાઇન નંબર 8320002000 ઉપર “Karuna” એવો વોટ્સઅપ મેસેજ કરીને આપના વિસ્તારમાં આવેલ સારવાર કેન્દ્રની વિગત મેળવી શકાશે તેવી માહિતી આપવામાં આવી હતી.
આ મીટીંગમાં કરૂણા અભિયાન-2023 અંતર્ગત કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચાઇનીઝ માંજાના વેચાણ ઉપર પ્રતિબંધ હોઇ ચાઇનીઝ માંજાનો વેચાણ થતું ધ્યાન ઉપર આવે તો પોલીસ કંટ્રોલ રૂમ 02742-252600ઉપર તેની જાણ કરવી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે ચાલુ વીજ લાઇન પર લટકતા દોરામાં પક્ષી ફસાયેલ જોવા મળે તો ચાલુ વીજ લાઇને બચાવ કામગીરી હાથ ધરતા પહેલા વીજ પુરવઠો બંધ કરવા માટે યુ.જી.વી.સી.એલ. પાલનપુર ખાતેના કંટ્રોલ રૂમ 02742-251246/255462 ઉપર સંપર્ક કરવો જેથી જાનમાલની હાની ટાળી શકાય.
પશુપાલન વિભાગ અને વન વિભાગના જીલ્લાનો કંટ્રોલરૂમ તથા તાલુકા કક્ષાના કુલ-15, કલેક્શન સેન્ટર કુલ-ર, સારવાર સેન્ટર કુલ-28 શરૂ કરવામાં આવેલ તથા જીલ્લાની કુલ-૭ બિનસરકારી સંસ્થાઓ/જીવદયા સંસ્થાઓનો સહયોગ પણ લેવામાં આવશે. વધુમાં કરૂણા અભિયાન-2023 અંતર્ગત શાળા તેમજ કોલેજોના વિધાર્થીઓમાં પક્ષી બચાવવાની જાગૃતિ આવે તે માટે સંકલ્પ લેવડાવવા શિક્ષણ વિભાગને જણાવવામાં આવ્યું હતું.
કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કંટ્રોલરૂમ
- જિલ્લા કંટ્રોલરૂમ નં. 02742-257084
- પાલનપુર તાલુકા કંટ્રોલ રૂમ 02742- 254332/ 7574950288
- અમીરગઢ તાલુકા કંટ્રોલ રૂમ 02742-232348/ 9924643673
- દાંતીવાડા તાલુકા કંટ્રોલ રૂમ 02748-287635/ 9979415094
- દાંતા તાલુકા કંટ્રોલ રૂમ 02749-278331/7016966400
- વડગામ તાલુકા કંટ્રોલ રૂમ 02739-262694/ 9725940929
- ધાનેરા તાલુકા કંટ્રોલ રૂમ 02748- 221816/ 9726771851
- થરાદ તાલુકા કંટ્રોલ રૂમ 02737-222655/ 8200964099
- વાવ અને સુઇગામ તાલુકા કંટ્રોલ રૂમ 02737-222178/ 7990931516
- દિયોદર તાલુકા કંટ્રોલ રૂમ 02735-244780/ 9429701428
- કાંકરેજ તાલુકા કંટ્રોલ રૂમ 02747-233370/ 7801818713
- ડીસા અને લાખણી તાલુકા કંટ્રોલ રૂમ 02744- 230629/ 9924039776
- ભાભર તાલુકા કંટ્રોલ રૂમ-9427254689 પર સંપર્ક કરી શકાશે.