ચિલીમાં જંગલની આગ હજુ પણ બેકાબુ: મૃત્યુઆંક વધીને 99 થયો
- જંગલોમાં લાગેલી ભીષણ આગ અટકી રહી નથી
- 1100થી વધુ ઘર રાખ બની ગયા તો મોટી સંખ્યામાં લોકો દાઝ્યા
સેન્ટિયાગો (ચિલી), 5 ફેબ્રુઆરી: દક્ષિણ અમેરિકન દેશ ચિલીના જંગલોમાં આગ લાગવાથી મરનારા લોકોની સંખ્યા વધીને 99 થઈ છે, જ્યારે 1100થી વધુ મકાનો રાખ થઈ ગયા છે. ઇમરજન્સી સેવા વિભાગ હેલિકોપ્ટર અને ટ્રકની મદદથી શહેરી વિસ્તારોમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો દાઝી ગયા છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. લગભગ 1 મિલિયનની વસ્તી ધરાવતા મધ્ય ચિલીના વાલપરાઇસો પ્રદેશના ઘણા ભાગોને કાળા ધુમાડાએ ઢાંકી દીધા હતા.
Death toll in Chile wildfires rises to 99
Read @ANI Story | https://t.co/XYCgImUWWS#Chile #Wildfires #GabrielBoric #Emergency pic.twitter.com/sfVnBjp88d
— ANI Digital (@ani_digital) February 5, 2024
2010ના ભૂકંપ બાદ ચિલીમાં આ સૌથી મોટી દુર્ઘટના
દરિયાકાંઠાના શહેર વિના ડેલ મારની આસપાસના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ગૃહ પ્ધાન કેરોલિના તોહાએ કહ્યું કે, વાલપરાઇસોમાં સ્થિતિ સૌથી ગંભીર છે. રસ્તાઓ પર લોકોના મૃતદેહો પણ જોવા મળી રહ્યા છે. 2010ના ભૂકંપ બાદ ચિલીમાં આ સૌથી મોટી દુર્ઘટના છે. તે સમયે ભૂકંપના કારણે લગભગ 500 લોકો માર્યા ગયા હતા. પ્રમુખ ગેબ્રિયલ બોરીકે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું કે,પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. હાલ આગ 43 હજાર હેક્ટરમાં ફેલાઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, ભીષણ આગએ શહેરના પહાડી વિસ્તાર વિલા ઈન્ડિપેંડેંનિયાને પણ લપેટમાં લીધું છે. બળી ગયેલી કાર રસ્તા પર પાર્ક થયેલી જોવા મળે છે.
92 જંગલોમાં આગ ઝડપથી ફેલાઈ રહી છે
મધ્ય અને દક્ષિણ પ્રદેશોમાં 92 જંગલોમાં આગ લાગી છે. સૌથી મોટી ચિંતા એ છે કે આગ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ફેલાઈ રહી છે. જેના કારણે લોકો, ઘરો અને સુવિધાઓને અસર થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ચિલીમાં ઉનાળામાં જંગલમાં આગ લાગવી સામાન્ય બાબત છે. ગયા વર્ષે, અહીં રેકોર્ડ ગરમી દરમિયાન ફાટી નીકળેલી આગમાં 27 લોકોના મોત થયા હતા અને 400,000 હેક્ટરથી વધુ જમીનને અસર થઈ હતી.
આ પણ જુઓ: જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત