ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

પત્નીએ પતિને ચખાડ્યો મેથીપાક: વીડિયોએ ઘરેલુ હિંસા પર જગાવી ચર્ચા, જુઓ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 23 મે: આ દિવસોમાં એક કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, એક માણસ ઓફિસથી ઘરે પરત ફરે છે. તે હેલ્મેટ ઉતારવા જતો હતો આ સમયે તેની પત્નીએ પાછળથી આવીને તેના પર તૂટી પડે છે. આ પછી મહિલા એટલી જોરથી લાતો અને મુક્કા મારે છે કે તમે પૂછો પણ નહીં. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ આખો સમય ચૂપચાપ માર ખાતો રહે છે. 20 સેકન્ડની આ ફૂટેજે ઇન્ટરનેટ પર ઘરેલુ હિંસા અંગે નવી ચર્ચા જગાવી છે.

જુઓ વીડિયો 

 

@cctvidiots હેન્ડલ પર વીડિયો શેર કરતા યુઝરે લખ્યું છે કે, ‘પતિ 14 કલાકની શિફ્ટમાં કામ કરીને ઓફિસથી ઘરે પરત ફરે છે. તે કચરો ઉપાડવાનું ભૂલી ગયો હોવાથી તેની ગુસ્સે ભરાયેલી પત્નીએ તેને ભરપૂર માર માર્યો.’ જો કે આ વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ નથી થયું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરાયેલી 20 સેકન્ડની આ ફૂટેજે ઈન્ટરનેટ પર નવી ચર્ચા જગાવી છે. લોકો કહે છે કે, ઘરેલુ હિંસા એક ગંભીર સમસ્યા છે. પરંતુ હકીકત એ છે કે સામાન્ય રીતે માત્ર મહિલાઓ જ તેનો ભોગ બને છે, વાયરલ ફૂટેજ જોઈને એવું કહી શકાય કે પુરુષો પણ આવી હિંસાનો ભોગ બને છે.

પુરુષો પણ ઘરેલુ હિંસાનો ભોગ બને છે?

એક યુઝરે લખ્યું  કે, મોટાભાગના લોકો એ વિચારીને જાણ કરવામાં શરમ અનુભવે છે કે લોકો તેમની મજાક ઉડાવશે. પરંતુ સત્ય એ છે કે, પુરુષો પણ ઘરેલુ હિંસાનો ભોગ બને છે. તે જ સમયે, અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, મને એ વિચારીને નવાઈ લાગે છે કે જો તેને કચરો કાઢવાનું ભૂલી જવા માટે આ રીતે માર મારવામાં આવ્યો છે તો તેને અન્ય ભૂલોની કેવી સજા મળી હશે. તો બીજો એક અન્ય એક યુઝર કહે છે કે, કચરો ભૂલી જવાની વાતમાં કેટલું સત્ય છે તે ખબર નથી, પરંતુ વીડિયોથી એક વાત સાબિત થઈ છે કે તે વ્યક્તિ ઘરેલુ હિંસાનો શિકાર છે.

આ પણ જુઓ: આ કપલે અશ્લીલતાની તમામ હદો વટાવી, ચાલતી બાઇક પર કર્યું શરમજનક કૃત્ય, વીડિયો વાયરલ

Back to top button