ટ્રેન્ડિંગનેશનલ

પત્નીએ પતિને ઑનલાઇન મારી નાખવાની આપી સોપારી, વોટ્સએપ પર મૂક્યું આ સ્ટેટ્સ

Text To Speech

આગ્રા (ઉત્તર પ્રદેશ), 31 માર્ચ: આગ્રામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પત્નીએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર લખ્યું છે કે જે વ્યક્તિ તેના પતિની હત્યા કરશે તેને તે 50 હજાર રૂપિયાનું ઈનામ આપશે. મામલો આગ્રાના થાણા બાહ વિસ્તારનો છે. પત્નીનું વોટ્સએપ સ્ટેટસ જોયા બાદ પતિ ગભરાઈ ગયો છે અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી મદદ માંગી છે અને પત્નીના મિત્ર પર તેને ધમકી આપવાનો આરોપ પણ લગાવ્યો છે.

પત્નીએ 50,000 રૂપિયાની સોપારી આપી

બાહ પોલીસ સ્ટેશનના પ્રભારી શ્યામ સિંહે જણાવ્યું કે કેસ દાખલ કરીને તજવીજ હાથ ધરાઈ છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મહિલાના પતિએ જણાવ્યું કે તેના લગ્ન 9 જુલાઈ 2022ના રોજ ભીંડના એક ગામની એક યુવતી સાથે થયા હતા. લગ્ન પછી અવારનવાર ઝઘડા થવા લાગ્યા અને પાંચ મહિના પછી ડિસેમ્બર 2022માં તેની પત્ની તેના મામાના ઘરે ગઈ અને ત્યારથી ત્યાં જ રહે છે. ફરિયાદ અનુસાર, પત્નીએ ભીંડમાં ભરણપોષણનો દાવો પણ દાખલ કર્યો છે. યુવકના જણાવ્યા મુજબ, 21 ડિસેમ્બર, 2023ના રોજ પરત ફરતી વખતે, તેના સાસરિયાઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હવે પત્નીએ વોટ્સએપ પર પતિની હત્યા કરવા માટે 50,000 રૂપિયા આપવાનું સ્ટેટ્સ મુક્યું છે.

પોલીસને આપેલી ફરિયાદમાં યુવકે જણાવ્યું હતું કે તેની પત્નીના સ્ટેટસ પર લખ્યું છે કે, મેં મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. જે વ્યક્તિ મારા પતિની હત્યા કરશે તેને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

આ પણ વાંચો: VIDEO: પતિએ પત્નીની કરી નિર્દયતાથી હત્યા, કપાયેલું માથું લઈને રસ્તા પર ફર્યો

Back to top button