બર્થડે સેલિબ્રેશન માટે દુબઈ ન લઈ જવા પર પત્નીએ પતિની કરી હત્યા
પૂણે (મહારાષ્ટ્ર) 25 નવેમ્બર: પૂણેમાં બર્થડે સેલિબ્રેશન માટે દુબઈ ન લઈ જવા પર પત્નીએ પતિને હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ તેના પતિની નાક પર એટલો જોરથી મુક્કો માર્યો કે તરત જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. મહારાષ્ટ્રના પૂણેમાં વાનવાડી વિસ્તારની પોશ સોસાયટીમાં આ ઘટના બની હતી. પોલીસે હત્યાના આરોપી મહિલાની ધરપકડ કરી છે. IPCની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરાઈ છે. મૃતકની ઓળખ પ્રખ્યાત બિઝનેસમેન નિખિલ ખન્ના તરીકે થઈ હતી. આરોપીનું નામ રેણુકા છે જેણે 6 વર્ષ પહેલા નિખિલ સાથે લવ મેરેજ કર્યા હતા.
Wife punches husband to death for not taking her to Dubai for birthday celebration
Read @ANI Story | https://t.co/VcJ821v5yx#Murder #Pune #BirthdayCelebration pic.twitter.com/Q2HPLtRkQB
— ANI Digital (@ani_digital) November 25, 2023
પરિવારજનોનું કહેવું છે કે, નિખિલનું મૃત્યુ નાકમાંથી વધુ પડતું લોહી વહેવાને કારણે થયું છે. પરંતુ પોલીસ હજુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. બીજી તરફ વાનવાડી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે મૃતકના પરિવારજનોએ હત્યાનું કારણ આપ્યું છે, જેની પુષ્ટિ કરવા માટે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે રેણુકા વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ માટે રેણુકાની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર કિસ્સો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે બપોરે નિખિલ અને રેણુકા વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે, પહેલાથી જ બંને વચ્ચે ઘણા દિવસોથી અણબનાવ ચાલી રહ્યો હતો. રેણુકા નિખિલ પર ગુસ્સે હતી કારણ કે તે તેનો જન્મદિવસ ઉજવવા તેને દુબઈ લઈ ગયો ન હતો. તેણે મોંઘીદાટ ભેટ પણ આપી ન હતી. થોડા દિવસો પહેલા રેણુકા તેના એક સંબંધીના જન્મદિવસની ઉજવણી કરવા દિલ્હી જવા માંગતી હતી, પરંતુ નિખિલ તેને લઈ ગયો ન હતો. રેણુકા આનું કારણ પૂછી રહી હતી, જે નિખિલે ના કહી. આ ગુસ્સાને કારણે બંને વચ્ચે મારામારી થઈ હતી.
આ ઝપાઝપીમાં રેણુકાએ નિખિલના નાક પર જોરથી મુક્કો માર્યો હતો. મુક્કાની અસર એટલી સખત હતી કે નિખિલનું નાક અને કેટલાક દાંત તૂટી ગયા હતા. લોહી વહેવાથી તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. આ જોઈને આ જોઈને રેણુકા ગભરાઈ ગઈ હતી. તેણે તરત જ સાસરિયા અને પરિવારજનોને બોલવવા. જો કે, ત્યાં સુધીમાં નિખિલની નાકમાંથી વધુ લોહી વહી જવાથી હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીએ ફાઈટર જેટ તેજસમાં ઉડાન ભરી, બેંગ્લોર એરબેઝ પહોંચ્યા