દક્ષિણ ગુજરાત

અનાજ કૌભાંડમાં પત્નીને 5 વર્ષની કેદ, પતિ વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ

Text To Speech

હજુ ગઈકાલે જ આપ નેતા અને પૂર્વ નગરસેવક મનહર પરમારના પત્નીને કોર્ટ દ્વારા અનાજ કૌભાંડમાં 5 વર્ષની કેદ અને 29 હજારનો દંડ ફટકાર્યો છે ત્યારે હવે મનહર પરમાર વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

આ પણ વાંચો : અનાજ કૌભાંડમાં આપ નેતાના પત્ની દોષી, 5 વર્ષની કેદ અને 29 હજારનો દંડ
વ્યાજ - Humdekhengenewsપોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક કોન્ટ્રાક્ટરે 10 ટકાના અધધ વ્યાજે 10 લાખ રૂપિયા મનહર પરમાર પાસેથી લીધા હતા. બાદમાં 12.14 લાખ ચૂકવી દીધા છતાં પણ વ્યાજના લાલચુ મનહર પરમારે રૂપિયાના ઉઘરાણા ચાલુ રાખી ધાકધમકી પણ આપી હતી. આવી ધમકીઓથી કંટાળીને કોન્ટ્રાક્ટરે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં મનહર પરમારે ડોશીતનું મકાન પણ પચાવી પાડ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ: એલિસબ્રિજની તક્ષશિલા બિલ્ડીંગમા આગ, ફાયર વિભાગની 5 ગાડી ઘટના સ્થળે પહોંચી
વ્યાજ - Humdekhengenews ગઈકાલે જ મનહર પરમારના પત્ની વિરુદ્ધ અનાજ કૌભાંડના એક કેસમાં કોર્ટે 5 વર્ષની કેદની સજા આપી છે ત્યારે બીજી તરફ મનહર પરમાર પર પણ હવે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ વ્યાજખોરો પર સરકાર અને પોલીસ તવાઈ બોલાવી છે ત્યારે લોકો પણ પોલીસના સહારે વ્યાજખોરોના ચંગુલમાંથી બહાર નિકડી રહ્યા છે.

Back to top button