ટ્રેન્ડિંગનેશનલ
પત્નીએ ભાઈને કિડની દાન કરતાં પતિએ આપ્યા ટ્રિપલ તલાક
ગોંડા (ઉત્તર પ્રદેશ), 21 ડિસેમ્બર: ઉત્તરપ્રદેશના ગોંડામાં એક મહિલાએ તેના ભાઈનો જીવ બચાવવા માટે કિડનીનું દાન કર્યા બાદ તેનાએ પતિએ WhatsApp પર ટ્રિપલ તલાક આપ્યા હતા. પત્ની તકન્નમુનો પતિ મોહમ્મદ રશીદ જે સાઉદી અરેબિયામાં નોકરી કરે છે. જ્યારે તેને ખબર પડી કે તેની પત્નીએ કિડની દાન કરી છે તો તરન્નુમ પાસે 40 લાખ રૂપિયાની માંગ કરી. પત્નીએ પૈસા આપવાની ના પાડતા તેણે મેસેજ પર તલાક આપ્યા. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન્યાયની આજીજી કરી હતી.
તરન્નુમનો પતિ વર્ષોથી સાઉદી અરેબિયા રહે છે
તરન્નુમના લગ્ન 20 વર્ષ પહેલા મોહમ્મદ રશીદ સાથે થયા હતા. રશીદ કામ કરવા માટે સાઉદી અરેબિયા ગયો હતો. આ સમયગાળા દરમિયાન તરન્નુમને કોઈ સંતાન નહોતું અને તેના પતિએ પણ બીજા લગ્ન કર્યા હતા. થોડા સમય અગાઉ તરન્નુમના મોટા ભાઈ મોહમ્મદ શાકીરની કિડની ફેલ થવાના કારણે તબિયત લથડી હતી. પોતાના ભાઈને કિડની દાન કરવા માટે તરન્નુમે તેના પિતા પાસેથી પરવાનગી પણ લીધી હતી. તમામ કાનૂની કાર્યવાહી અને તબીબી તપાસ પૂર્ણ કર્યા પછી પોતાના ભાઈનો જીવ બચાવવા તેણે લગભગ પાંચ મહિના પહેલા કિડનીનું દાન કરવા સર્જરી કરાવી હતી.
પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો
સર્જરી કરાવ્યા બાદ ગોંડામાં તેના સાસરિયાંના ઘરે પાછી આવી. આ વાતની જાણ થતાં પતિ તેની સાથે ઝઘડો કરવા લાગ્યો. ગુસ્સામાં આવીને રશીદે 30 ઑગસ્ટના રોજ વોટ્સએપ પર છૂટાછેડાનો મેસેજ મોકલ્યો હતો. ત્યારબાદ તરન્નુમ પોતાના માતા-પિતા સાથે રહેવા મજબૂર બની છે. તેણે તેના પતિ રશીદ વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિક્ષક રાધેશ્યામ રાયે જણાવ્યું કે કેસ દાખલ કરીને જરૂરી કાર્યવાહી કરાઈ રહી છે.