‘પત્ની પડદો રાખતી નથી, છૂટાછેડા લેવા છે…’ હાઈકોર્ટે પતિને ફટકાર લગાવી
લખનઉ, 1 જાન્યુઆરી, 2025: ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે છૂટાછેડાના કેસમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પતિની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે, જો તેની પત્ની પડદો રાખશે નહીં તો તે માનસિક ક્રૂરતાના આધારે છૂટાછેડા લેવા માટે હકદાર છે. જસ્ટિસ સૌમિત્ર દયાલ સિંહ અને જસ્ટિસ દોનાડી રમેશની બેંચે ચુકાદો આપ્યો હતો કે, પત્નીનું પોતાની મરજીથી ઘરની બહાર નીકળવું, બુરખો ન પહેરવો અને લોકો સાથે મિત્રતા કરાવી એ પતિ વિરુદ્ધ ક્રૂરતા ગણી શકાય નહીં.
પતિએ આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની બીજા પુરુષ સાથે સંબંધ રાખતી હતી અને તે બજારમાં અને અન્ય સ્થળોએ એકલી જતી હતી અને પડદા(બુરખા)થી પોતાને ઢાંકતી પણ નહીં. અહેવાલ મુજબ, અપીલ કરનાર-પતિનો કેસ એ હતો કે બંને પક્ષોએ ફેબ્રુઆરી 1990માં લગ્ન કર્યા હતા અને ડિસેમ્બર 1995માં બંને પક્ષોને એક પુત્રનો જન્મ થયો હતો. બંને પક્ષોએ કુલ મળીને માત્ર 8 મહિના ગાળ્યા હતા અને છેલ્લે ડિસેમ્બર 2001માં સાથે રહ્યા હતા. બંને પક્ષોએ સ્વીકાર્યું કે, તેઓ સાથે રહેતા 23 વર્ષ વીતી ગયા છે અને તેઓ હવે અલગ રહે છે.
પતિએ શું આરોપ લગાવ્યો?
પતિનો પત્ની પર આરોપ હતો કે, તેની પત્ની અન્ય પુરુષ સાથે સંબંધમાં હતી અને તે એકલી જ બજાર અને અન્ય સ્થળોએ જતી હતી અને પોતાને પડદો રાખીને ઢાંકતી પણ નહોતી. તેણે એમ પણ કહ્યું કે, તેની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેની પત્ની તેની સાથે દુર્વ્યવહાર કરતી હતી. પતિએ દાવો કર્યો કે, આવા કૃત્યો અને અન્ય કૃત્યો તેની સામે ક્રૂરતાનો મામલો છે.
કોર્ટે ક્રૂરતા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
ખંડપીઠે કહ્યું કે, જો પત્ની પોતાની રીતે કામ કરે છે. કોઈ વ્યક્તિ સાથે અવૈધ કે અનૈતિક સંબંધો રાખ્યા વિના તેની સાથે અથવા એકલી મુસાફરી કરે છે અથવા સમાજના અન્ય લોકોને મળે છે, આ હકીકતોના આધારે આવા કાર્યોને ક્રૂરતા કહી શકાય નહીં. હાઈકોર્ટે કહ્યું કે, બંનેના લગ્ન પરિવારે કરાવ્યા હતા અને એકબીજાની આર્થિક સ્થિતિ જાણતા હતા અને અલગ થયા પહેલા તેઓ થોડા દિવસો સુધી સાથે રહેતા હતા. બંને પક્ષ સારી રીતે વાંચી-લખી શકે છે. અપીલકર્તા પતિ એક લાયકાત ધરાવતા એન્જિનિયર છે અને પ્રતિવાદી પત્ની સરકારી શિક્ષિકા છે.
આ પણ જૂઓ: કાશીમાં 80 કરોડના માલિકને પરિવારજનોએ ન આપી કાંધ, 400 પુસ્તક લખ્યા હતા