નકલી ફેસબુક અકાઉન્ટ બનાવી પતિ સાથે આખી રાત વાત કરતી પત્ની, રેસ્ટોરન્ટમાં મળવા બોલાવી તો ભાંડો ફુટ્યો

ગ્વાલિયર, 13 માર્ચ 2025: ગ્વાલિયરના મહિલા પોલીસ સ્ટેશનમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિના ચારિત્ર્ય પર શંકાને લઈને ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ પોલીસે મહિલાના પતિને ચોકીએ બોલાવીને તેને સમજાવતા વાતચીત કરી છોડી દીધો. તો વળી પતિએ પણ પોતાની ભૂલનો સ્વીકાર કરતો પોલીસે સામે પત્ની પાસે માફી માદી અને આગળથી ભૂલ નહીં થાય તેવી વાત કરી.
શંકા જતાં પ્લાન બનાવ્યો
હકીકતમાં જોઈએ, ગ્વાલિયર શહેરમાં રહેતી એક મહિલાના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ મહિલાને પતિ પર શંકા ગઈ કે તે અન્ય મહિલાઓ સાથે વાત કરે છે, જેને લઈને મહિલાએ પતિને રોકવા માટે અને સમજાવવાની કોશિશ પણ કરી પતિ હંમેશા પુરાવા ન હોવાના કારણે ખોટા આરોપ લગાવતી હોવાની વાત કહેતી. ઘણી વાર તો તેને લઈને ઝઘડા પણ શરુ થઈ ગયા હતા. આ દરમ્યાન પત્નીએ પતિને રંગે હાથ પકડવા માટે એક પ્લાન બનાવ્યા અને એક પાયલના નામનું નકલી ફેસબુક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું. આ આઈડીની મદદથી પોતાના પતિને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.
પતિ-પત્ની એક બીજા સાથે ચેટ કરતા રહ્યા
બાદમાં બંને વચ્ચે વાતચીત શરુ થઈ અને વાત લાંબા સમય ચાલતી રહી. એક ઘરમાં રહેતા પતિ-પત્ની એકબીજા સાથે ચેટ કરતા રહ્યા. ત્યાર બાદ પતિએ પાયલને ઘણી વાર વીડિયો કોલ પર વાત કરવાની વાત કહી પણ પત્ની કોઈ બીજી મહિલા સાથે વીડિયો કોલ પર વાત કરાવી દેતી. ત્યાર બાદ સતત આવું થતું રહેતું.
રેસ્ટોરન્ટમાં મળવા પહોંચ્યા તો પ્રેમિકાની જગ્યાએ પત્ની નીકળી
આવી જ રીતે લાંબો સમય વીતતો ગયો અને ત્યાર બાદ એક દિવસ પતિએ પાયલને મળવા રેસ્ટોરન્ટમાં બોલાવી અને જ્યારે તે રેસ્ટોરન્ટમાં પહોંચ્યો તો ત્યાં પાયલ નહીં પણ તેની પત્ની મળી. પત્નીને સામે જોઈ પતિને પરસેવો છુટી ગયો. તે ચોંકી ગયો અને બાદમાં પત્નીએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી. જે બાદ પોલીસે પતિને ચોકીએ બોલાવ્યો, જો ચોકીએ પહોંચતા પતિ દ્વારા લગાવેલા આરોપથી પતિ ફરી ગયો.
પણ પત્નીએ પોલીસ સામે પુરાવા રજૂ કર્યા કે તે પાયલ નામથી નકલી આઈડી ચલાવતી હતી. તેમાં કેટલીય અશ્લીલ વાતો પણ કહી છે. આખી રાત ઓનલાઈન રહીને પતિ સાથે વાતો કરતી. આ ઘટના બાદ પોલીસે પતિને ફટકાર લગાવી અને કાર્યવાહી કરવાની વાત કહી. તો વળી પતિએ આટલું થયા બાદ પોતાની ભૂલ સ્વીકારી. બાદમાં પત્ની સામે માફી પણ માગી અને આગળની આવી ભૂલ નહીં થાય તેની ખાતરી પણ કરી. પોલીસે બંનેને સમજાવી બાદમાં રાજીખુશી ઘરે રવાના કર્યા.
આ પણ વાંચો: વાલીઓ માટે ખુશખબર:ગુજરાતમાં RTEના ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ લંબાવાઈ, આવક મર્યાદા 6 લાખની થશે