પત્ની પૂર્વ પતિ વિરૂદ્ધ ક્રૂરતાનો કેસ દાખલ કરી શકશે નહીં: છૂટાછેડા પર SCનું મોટું નિવેદન
- મહિલાના પતિએ સુપ્રીમ કોર્ટને કહ્યું: આ ફોજદારી કાયદાનો દુરુપયોગ છે
નવી દિલ્હી, 10 એપ્રિલ: છૂટાછેડા પછી પણ પોતાના પૂર્વ પતિ પર માનસિક ક્રૂરતાનો આરોપ લગાવનારી મહિલાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 498A એટલે કે IPC હેઠળ ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને સમાપ્ત કરી દીધી છે. કેસની સુનાવણી દરમિયાન છૂટાછેડા અંગે સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપતા કહ્યું કે, છૂટાછેડા પછી પત્ની પૂર્વ પતિ વિરૂદ્ધ ક્રૂરતાનો કેસ દાખલ કરી શકશે નહીં.”
મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, આ માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કર્યો છે હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ મહિલાના પતિએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણીના પતિએ જસ્ટિસ બી.વી. નાગરથના અને જસ્ટિસ ઓગસ્ટિન જી. મસિહને કહ્યું કે, આ ફોજદારી કાયદાનો દુરુપયોગ છે.
આ સમગ્ર બાબત શું હતી?
અરુણ જૈન નામના વ્યક્તિના લગ્ન નવેમ્બર 1996માં થયા હતા. બંનેને એપ્રિલ 2001માં એક પુત્રી પણ થઈ હતી. જો કે, 2007માં, પતિએ પોતાને તેના સાસરિયાઓથી દૂર કરી દીધા અને થોડા સમય પછી, પત્નીએ છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી, જે એપ્રિલ 2013માં એક ભાગ એનલમેન્ટના રૂપે ખતમ થઈ હતી.
છૂટાછેડાના છ મહિના પછી, મહિલાએ પતિ અને તેના માતાપિતા વિરુદ્ધ કલમ 498A હેઠળ ફરિયાદ નોંધાવી. ત્યારબાદ દિલ્હી પોલીસે ફેબ્રુઆરી 2014માં FIR નોંધી અને સપ્ટેમ્બર 2015માં ચાર્જશીટ દાખલ કરી. આ પછી વ્યક્તિએ ફોજદારી કાર્યવાહી ખતમ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે જસ્ટિસ બી.વી. નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જી મસિહને કહ્યું કે, આ ફોજદારી કાયદાનો દુરુપયોગ છે કારણ કે ફેમિલી કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ લગ્નને રદ્દ કર્યા હતા.
કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, 2008માં મહિલાએ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, 2005 હેઠળ પણ કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટે મેરિટના આધારે તેને રદ્દ કરી દીધી હતી. મહિલાએ ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે અપીલ કરી ન હતી.
સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું થયું?
હવે, તાજેતરની સુનાવણી દરમિયાન, બેંચને લાગ્યું કે, ફોજદારી કાર્યવાહી ચાલુ રાખીને અલગ થયેલા દંપતી વચ્ચેના મતભેદોને જીવંત રાખવાનો કોઈ અર્થ નથી. આ પછી સુપ્રીમ કોર્ટે કાર્યવાહી ખતમ કરી દીધી.
આ પણ જુઓ: ચુંટણી લડતાં ઉમેદવારોએ પોતાની મિલકતની દરેક વિગતો જાહેર કરવી જરૂરી નથી: SC