વિરાટની ઈનિંગ પર પત્ની અનુષ્કાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ, કહ્યું- મારા જીવનની શ્રેષ્ઠ મેચ


T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વિરાટ કોહલી મેચનો હીરો સાબિત થયો છે. આવી સ્થિતિમાં તેની પત્ની અનુષ્કા શર્માએ તેના માટે એક ખાસ પોસ્ટ લખી શેર કરી છે. પોતાના પતિના વખાણ કરતા અનુષ્કાએ તેને ઘણો પ્રેમ મોકલ્યો હતો અને તેણે કહ્યું કે તે તેના જીવનની સર્વશ્રેષ્ઠ મેચ હતી.
આ પણ વાંચો : IND vs PAK : ભારતની પાકિસ્તાન સામે ધારદાર જીત, દિવાળીની દેશને ભેટ
પોસ્ટ શેર કરતાં ભાવુક થઈ અનુષ્કા
અનુષ્કા શર્માએ ટીવી પર મેચ જોતી વખતે કેટલીક તસવીરો તેનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. આમાં વિરાટ કોહલીનો ઉપરાંત તે અશ્વિન અને રોહિત શર્માને ગળે લગાવતા જોઈ શકાય છે. વિજયની ક્ષણોને કેદ કરતાં અનુષ્કા ભાવુક થઈ ગઈ હતી. તેણે પતિ વિરાટ કોહલીના સંઘર્ષોને યાદ કર્યા અને તેની મહેનતની પણ પ્રશંસા કરી હતી.
ફોટો શેર કરતાં અનુષ્કા શર્માએ લખ્યું, ‘સુંદર! એકદમ સુંદર! આજે રાત્રે તમે ઘણા લોકોના જીવનમાં ખુશીઓ ભરી દીધી છે અને તે પણ દિવાળીની સાંજે. તમે એક અદ્ભુત વ્યક્તિ છો મારા પ્રિય. તમારો નિશ્ચય અને વિશ્વાસ જબરદસ્ત છે. હું કહી શકું છું કે મેં મારા જીવનની શ્રેષ્ઠ મેચ જોઈ છે. જો કે અમારી પુત્રી ખૂબ નાની છે તે સમજી શકતી નથી કે તેની માતા શા માટે રૂમમાં ચીસો પાડીને નાચતી હતી.
એક દિવસ તે સમજી જશે કે તેના પિતાએ તેમના જીવનની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. તે પણ જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા પછી. આ સમય પીડાદાયક હતો, પરંતુ તેમાંથી તે પહેલા કરતાં વધુ મજબૂત અને સમજદાર બહાર આવ્યો. મને તારા પર ગર્વ છે. તારી તાકાત બધે ફેલાઈ જવાની છે. મુશ્કેલી અને સુખમાં, હું તમને હંમેશા પ્રેમ કરીશ.
“વિરાટ” રહ્યો મેચનો કીંગ
આ મેચમાં વિરાટે ફરી તેનો કિંગ અવતાર બતાડ્યો હતો. એક સમયે હારેલી મેચને વિરાટે પોતાની ધમાકેદાર બેટિંગથી ભારતને મેચ જીતાડી હતી. વિરાટે આ મેચમાં 4 સિક્સર અને 6 ફોરથી 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યાં હતાં. આ દરમ્યાન વિરાટની સ્ટ્રાઈક રેટ 154.72 જેટલી રહી હતી. વિરાટની ધમાકેદાર બેટિંગને લીધે તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે.