અમદાવાદમાં વિધવા મહિલા તાંત્રિકની જાળમાં ફસાઇ, રૂ.2.78 લાખ ગુમાવ્યા
- વિધવા મહિલા સાથે તાંત્રિકે સાગરીતો સાથે મળી છેતરપિંડી કરી
- વિધવા મહિલાની મોટી દીકરીએ પ્રેમલગ્ન કર્યા હતા
- તાંત્રિકે પ્રેમ લગ્ન કરનાર દીકરીને પરત લાવવાની લાલચ આપી હતી
અમદાવાદમાં વિધવા મહિલા તાંત્રિકની જાળમાં ફસાઇ હતી અને રૂપિયા 2.78 લાખ ગુમાવ્યા છે. જેમાં વિધવા મહિલા સાથે તાંત્રિકે સાગરીતો સાથે મળી છેતરપિંડી કરી છે. ત્યારે નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં વિધવા મહિલાને તાંત્રિકે પ્રેમ લગ્ન કરનાર દીકરીને પરત લાવવાની લાલચ આપી હતી અને વિધીના નામે રૂપિયા પડાવતો હતો.
આ પણ વાંચો: ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા INXમાં લિસ્ટિંગ કરાવવા માટે અનેક કંપનીઓ આતુર
વિધવા મહિલાની મોટી દીકરીએ પ્રેમલગ્ન કર્યા હતા
વિધવા મહિલાની મોટી દીકરીએ પ્રેમલગ્ન કર્યા હતા અને તે પ્રેમી સાથે જતી રહી હતી. જેથી વિધવા મહિલા દિકરીને પરત લાવવા તાંત્રિકની જાળમાં ફસાઇ હતી. જેમાં પ્રેમલગ્ન કરનાર દીકરીને પરત લાવવાની લાલચ આપી હતી. શહેરના નરોડામાં વિધવા મહિલા સાથે છેતરપિંડી થઇ છે. જેમાં તાંત્રીકે તેના સાગરીતો સાથે મળી છેતરપિંડી આચરી છે. તેમાં મહિલાની મોટી દીકરીએ પ્રેમલગ્ન કરી જતી રહી હતી. જેમાં તાંત્રિકે યુવતીને પાછી લઈ આવવાનું કહી છેતરપિંડી કરી છે. તેમાં નરોડા પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે.
તાંત્રિક વિદ્યાના બહાને એકના ડબલ કરવાની લાલચ આપીને લોકોને છેતરતા
અગાઉ શહેરમાં પેટ્રોલિગ દરમિયાન મળતી એક બાતમીના આધારે 3 આરોપીઓ જે તાંત્રિક વિદ્યાના બહાને એકના ડબલ કરવાની લાલચ આપીને લોકોને છેતરતા હતા. તેમની અંતે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તાંત્રિક વિદ્યાના બહાને એકના ડબલ રૂપીયા કરી આપવાના નામે છેતરપિંડી કરતા ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 9 લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા, તેમજ તેમની પાસેથી 9 લાખ રોકડ રકમ સિવાય અન્ય ચીજવસ્તઓ મળીને કુલ રૂ.9,06,000નો માલ મળી આવ્યો હતો. તેમજ પોલીસે વધુ તપાસ હાથધરી હતી જેથી કેટલાય ગુનાઓને ઉજાગર કરી શકાય તથા શહેરમાં આ પ્રકારના તાંત્રિકો કોઇની છેતરપિંડી કરે નહિ તેની તકેદારી રાખવામાં આવી રહી છે.