ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

મેન્ટલ હેલ્થ માટે ખતરનાક છે Wifiનો ઉપયોગઃ જાણો તેના નુકશાન

  • વાઇફાઇ લગાવવાથી ઇન્ટરનેટની સ્પીડ ભલે સારી થઇ જાય, પરંતુ તે હેલ્થ માટે હાનિકારક છે
  • વાઇફાઇનો વધુ ઉપયોગ કરવાથી મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડે છે
  • શરીરમાં બ્લડ પ્રેશર, ઉંઘ ન આવવી, ડિપ્રેશન જેવી અનેક બિમારીઓ ઉભી કરે છે

આજકાલ જાણે કે આખી દુનિયા ડિઝિટલ બની ચુકી છે. આજે ઘર હોય કે ઓફિસ, સ્કુલ હોય કે કોલેજ કોઇ કામ ઇન્ટરનેટ વગર શક્ય બનતા નથી. આજે લોકો કેશ પેમેન્ટના બદલે ઓનલાઇન પેમેન્ટ કરવાનું પસંદ કરવા લાગ્યા છે. આવા સંજોગોમાં દુનિયાભરમાં ઇન્ટરનેટનો જબરજસ્ત ઉપયોગ થઇ રહ્યો છે. જે રીતે ઇન્ટરનેટની માંગ વધી છે, તે પ્રમાણે સારા નેટવર્ક અને વધુ સ્પીડ માટે વાઇફાઇ (Wifi)નો ઉપયોગ પણ વધ્યો છે. ઓફિસથી લઇને ઘર સુધી હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે વાઇ-ફાઇ લગાવવુ સામાન્ય બાબત બની છે. વાઇફાઇ લગાવવાથી ઇન્ટરનેટની સ્પીડ ભલે સારી થઇ જાય, પરંતુ તે હેલ્થ માટે હાનિકારક છે. કેટલાય રિસર્ચમાં સામે આવ્યુ છે કે વાઇફાઇનો વધુ ઉપયોગ કરવાથી હેલ્થ પર ખરાબ અસર પડે છે.

મેન્ટલ હેલ્થ માટે ખતરનાક છે Wifiનો ઉપયોગઃ જાણો તેના નુકશાન hum dekhenge news

જાણો વાઇફાઇના નુકશાન

નિષ્ણાતોના જણાવ્યા મુજબ વાઇફાઇ (Wifi)ના રાઉટરથી કેટલાય પ્રકારના રેડિએશન નીકળે છે. આ તરંગોને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવાય છે. આ તરંગો આપણી હેલ્થ પર ખૂબ ખરાબ અસર પાડે છે. તે રેડિએશન વેવ્સ શરીરમાં બ્લડ પ્રેશર, ઉંઘ ન આવવી, ડિપ્રેશન જેવી અનેક બિમારીઓ ઉભી કરે છે.

હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો વાઇફાઇથી નીકળતા રેડિએશન વેવ્સ આપણી માનસિક સ્થિતિને પ્રભાવિત કરે છે. ઘણી વખત આ કારણે વ્યક્તિ અલ્ઝાઇમર જેવી સમસ્યાઓનો શિકાર પણ થાય છે. ઉલ્લેખનીય છે કે વાઇફાઇના સતત ઉપયોગથી નીકળતા નોન થર્મલ રેડિયો ફ્રિકવન્સીની અસર ભ્રુણના વિકાસ પર પણ જોવા મળે છે.

વાઇફાઇની ખરાબ અસરથી આ રીતે બચો

  • વાઇફાઇના પ્રભાવથી બચવા માટે સૌથી પહેલા રાઉટરને અલગ રૂમમાં લગાવો. જો તમે મજબૂરીમાં તમારા રૂમમાં રાઉટર લગાવી રહ્યા હોય તો તેને તમારાથી ઓછામાં ઓછા 3 ફુટના અંતરે રાખો.
  • રાતે સુવા જાવ ત્યારે રાઉટર બંધ કરો, જેથી તેના રેડિએશન તમારી ઉંઘમાં ખલેલ ન પાડે.
  • જરૂર પડે ત્યારે જ વાઇફાઇનો ઉપયોગ કરો, તેને વધુ સમય માટે ચાલુ ન રાખો
  • વાઇફાઇ કોમન રૂમમાં ન લગાવો. જેમ કે ડ્રોઇંગ રુમ કે વરંડો, તેના રેડિએશન સીધા તમારા પરિવારને અસર કરી શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: બિપરજોય વાવાઝોડા માટે AMC તંત્ર સજ્જ, જાણો કેવી છે તૈયારી

Back to top button