સરકાર રાત્રીનો વીજળીનો ચાર્જ અલગ લગાવીને લોકોને શું સારી ઊંઘ પણ નહીં લેવા દે?: ઇસુદાન ગઢવી
- દિવસ અને રાત્રીનો વીજળીનો ભાવ અલગ કરીને ભાજપ સરકાર ગરીબો અને મધ્યમ વર્ગને હેરાનગતિ થાય તેવો કાયદો લાવી રહી છે: ઇસુદાન ગઢવી
- રાત્રે વધારે પંખો કે એસી ચાલુ કરશો કે તો તમારે વધુ ચાર્જ ચુકવવો પડશે: ઇસુદાન ગઢવી
- સૌથી મોંઘી વીજળી આપતા રાજ્યોમાં ગુજરાતની ગણતરી થાય છે: ઇસુદાન ગઢવી
- આ સરકાર પાસે ઉદ્યોગપતિઓને આપવા માટે ખૂબ જ જમીનો છે, તેમના દેવા માફ કરવા માટે ખૂબ જ નાણા છે, મોટી સરકારી સંપત્તિઓ ઉદ્યોગપતિઓને આપવા માટેની નીતિઓ છે: ઇસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી આવનારા નવા વીજળીના કાયદા વિશે વાત કરતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદીજીની ભાજપ સરકાર એક નવો કાયદો લાવી રહી છે અને આવતા વર્ષથી આનો અમલ થશે. આ નવા કાયદા પ્રમાણે દિવસનો વીજળીનો ચાર્જ અલગ રહેશે અને રાત્રીનો વીજળીનો ચાર્જ અલગ રહેશે. રાત્રે વધારે પંખો કે એસી ચાલુ કરશો કે તો તમારે વધુ ચાર્જ ચુકવવો પડશે.
આ સરકાર પાસે ઉદ્યોગપતિઓને આપવા માટે ખૂબ જ જમીનો છે, ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે ખૂબ જ નાણા છે. આ સરકાર પાસે મોટી સરકારી સંપત્તિઓ ઉદ્યોગપતિઓને આપવા માટેની નીતિઓ છે. પરંતુ ગરીબો અને મધ્યમ વર્ગને વધુમાં વધુ હેરાનગતિ થાય તેવા કાયદાઓ ભાજપ સરકાર લાવી રહી છે.
ગુજરાતમાં વીજળીનો ભાવ એટલો છે કે સૌથી મોંઘી વીજળી આપતા રાજ્યોમાં ગુજરાતની ગણતરી થાય છે. તેમ છતાં પણ ગુજરાતના લોકોએ તેમને 156 સીટો આપી છે અને આના કારણેથી તેઓ પ્રોત્સાહિત થતા હશે. આ આવનારો કાયદો ગરીબો અને મધ્યમ વર્ગ માટે ખૂબ જ કપરો છે. રાત્રીનો વીજળીનો ચાર્જ અલગ લગાવીને આ લોકો જનતાને શું સારી ઊંઘ પણ નહીં લેવા દે? મને લાગી રહ્યું છે કે આ લોકો સ્મશાન અને શ્વાસ લેવા પર પણ ટેક્સ લગાવવામાં આવશે એવી હાલત થશે. તો આપણે સૌએ જાગવાની જરૂર છે.
આ પણ વાંચો- આપના નેતા ઈસુદાન ગઢવીએ શિક્ષણ નિતીને લઈને કર્યું ટ્વિટ, ભાજપ પર તાક્યું નિશાન