શા માટે WhatsApp એ ભારતમાં 26.85 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો? જાણો કારણ
WhatsApp એ સપ્ટેમ્બર મહિનામાં કુલ 26.85 લાખ યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. જો ઓગસ્ટમાં પ્રતિબંધિત ખાતાઓની તુલના કરવામાં આવે તો સપ્ટેમ્બર મહિનામાં 15 ટકા વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ આ ખાતાઓ પર મળેલી ફરિયાદો કહેવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Google હંમેશા માટે બંધ કરી રહ્યું છે આ એપ, માર્ચ મહિથી કોઈ ફોનમાં નહિં કરે સપોર્ટ
અવાર-નવાર WhatsApp પર એકાઉન્ટ્સ બેન હોવાના અહેવાલો આવતા રહે છે. હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે WhatsApp એ સપ્ટેમ્બર મહિનામાં કુલ 26.85 લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આમાંથી કુલ 8.72 લાખ એકાઉન્ટ્સ તેમની વિરુદ્ધ મળેલી ફરિયાદના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય ઓગસ્ટ મહિનામાં WhatsApp એ 23.28 લાખ એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા હતા. જો ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં બેન એકાઉન્ટ્સની તુલના કરવામાં આવે તો તે લગભગ 15 ટકા વધુ છે. યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ તમામ એકાઉન્ટને બેન કરવામાં આવ્યા છે.
શા માટે WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ
IT નિયમોમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફારો પહેલા કરતા વધુ તીવ્ર હોય છે. ડિજિટલ પ્લેટફોર્મ્સે દર મહિને કંપનીને એક રિપોર્ટ જાહેર કરવો પડે છે. આ રિપોર્ટમાં, કંપનીએ આ એકાઉન્ટ્સ વિરુદ્ધ મળેલી ફરિયાદો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની સંપૂર્ણ વિગતો આપવાની છે. સપ્ટેમ્બર મહિનામાં કંપનીને કુલ 666 ફરિયાદો મળી હતી અને તેમાંથી માત્ર 23 સામે જ કાર્યવાહી થઈ શકી હતી.
જો WhatsApp બેન થઈ જાય તો શું કરવું ?
WhatsApp પર કોઈપણ એકાઉન્ટ ત્યારે જ બેન કરવામાં આવે છે, જ્યારે યુઝર્સ કંપનીનાં નિયમોનું ઉલ્લંઘન કરે છે. આમાં સ્પામ અને બૉટ એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે. ઘણા એકાઉન્ટ્સ તેમની ઓટોમેટેડ સિસ્ટમથી આકસ્મિક રીતે ફ્લેગ પણ થઈ જાય છે. તેથી ક્યારેય એવું લાગે કે કોઈ એકાઉન્ટ પર કોઈ ખામી વિના પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો આ પ્રતિબંધને રદ કરવા માટે કંપનીમાં અપીલ પણ દાખલ કરી શકાય છે.