આઝાદીની લડાઈમાં મહિલાઓની પસંદગી કેમ કરવામાં આવી? વર્ષ 1930 રહ્યું ટર્નિંગ પોઇન્ટ
આઝાદીની લડાઇ HD ન્યૂઝ સાથે: વર્ષ 1857ના વિદ્રોહના કારણે અંગ્રેજો હચમચી ગયા હતા. ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સિપાહીઓના વિદ્રોહના રૂપમાં શરૂ થયેલી આઝાદીની લડાઈ આખા ભારતવર્ષમાં ફેલાઈ ચૂકી હતી. પહેલી વખત બ્રિટિશ સામ્રાજ્યના ચમકતા સૂરત પર આઝાદી ઝંખતા સૈનિકોએ ગ્રહણ લગાવી દીધો હતો. આ લડાઈમાં ન માત્ર પુરૂષ રાજાઓ પરંતુ રાણીઓએ પણ તલવાર ઉઠાવી હતી. આમાં રાણી લક્ષ્મી બાઈ અને બેગમ હજરત મહલનું નામ સૌથી ઉપર આવે છે. ઝાંસીથી લઈને અવધ સુધી અંગ્રેજ આ વીરાંગનાઓના પ્રતાપને જોઈને ડંઘાઈ ગયા હતા.
રાણી લક્ષ્મી બાઈ શહીદ થઈ ગયા તો બેગમ હજરત મહેલને પકડવા માટે અંગ્રેજોએ પોતાની બધી જ શક્તિ લગાવી દીધી હતી પરંતુ તેઓ ચાલાકીથી નેપાળ પહોંચી ગયા. રાણી લક્ષ્ણી બાઈ અને બેગમ મહેલ એવી વીરાંગનાઓ હતી, જેમને અંગ્રેજો પણ સલામ ઠોકતા હતા. ઈતિહાસકાર સીએ કિંકેડ ઝાંસીની રાણી એટલે કે લક્ષ્મી બાઈ વિશે લખે છે કે, “હું તેમને એક યુવા અને બહાદુર મહિલા માનું છું, જે પોતાના નિયંત્રણથી ઉપર(એક મહિલાના રૂપમાં) થનારી ઘટનાઓમાં પણ મજબૂતીથી લડતી રહી.
ભારત યોદ્ધાઓની ભૂમિ રહી છે. બ્રિટિશ શાસનમાંથી દેશને આઝાદી અપાવવા માટે પુરૂષોથી લઈને સ્ત્રીઓ સુધી દરેકે પોતાનું યોગદાન આપ્યું. બેગમ હઝરત મહેલ આ હિરોઈનોમાંની એક હતી. જેમણે 1857માં આઝાદીના પ્રથમ યુદ્ધમાં બ્રિટિશ સરકારને તેની ઉત્તમ સંગઠન શક્તિ અને બહાદુરીથી ચણા ચાવવા મજબૂર કર્યા હતા. અવધના શાસક વાજિદ અલી શાહની પ્રથમ બેગમ હઝરત મહેલ 1857ની ક્રાંતિમાં ઝંપલાવનાર પ્રથમ મહિલા હતી.
1857માં જ્યારે બળવો શરૂ થયો ત્યારે બેગમ હઝરત મહેલે પોતાની સેના અને સમર્થકો સાથે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે બળવો કર્યો. બેગમ હઝરત મહેલના સક્ષમ નેતૃત્વ હેઠળ તેમની સેનાએ લખનૌ નજીક ચિનહાટ, દિલકુશા ખાતેની લડાઈમાં અંગ્રેજોને હરાવ્યા હતા. લખનૌમાં થયેલા આ વિદ્રોહમાં બહાદુર બેગમ હઝરત મહેલે અવધ પ્રાંતના ગોંડા, ફૈઝાબાદ, સલોન, સુલતાનપુર, સીતાપુર, બહરાઈચ વગેરે વિસ્તારોને અંગ્રેજોથી મુક્ત કરાવીને લખનૌ પર ફરીથી કબજો જમાવ્યો હતો.
ઈતિહાસકારોના મતે અંગ્રેજો સામેની આ લડાઈમાં બેગમ હઝરત મહેલને ઘણા રાજાઓએ ટેકો આપ્યો હતો. બેગમ હઝરત મહેલની લશ્કરી પ્રતિભાથી પ્રભાવિત થઈને સ્વતંત્રતા સંગ્રામમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નાના સાહેબે પણ તેમને ટેકો આપ્યો હતો. રાજા જયલાલ, રાજા માનસિંહે પણ આ લડાઈમાં રાણી હઝરત મહેલનો સાથ આપ્યો.
એવું પણ નથી કે, આઝાદીની લડાઈમાં સામેલ થનાર રાણી લક્ષ્મી બાઈ એકમાત્ર મહિલા હતા. મહાત્મા ગાંધીએ અસહ્યોગ આંદોલનની શરૂઆત કરી. આ આંદોલનમાં દેશની મહિલાઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો. શરૂઆતમાં આ મહિલાઓ દારૂની દુકાનો બંધ કરાવવા માટે ધરણા કરતી હતી.”
1931માં સીઆર દાસે બંગાળમાં નારી કર્મા મંદિરની શરૂઆત કરી, જેમાં મહિલાઓને અનેક રીતની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આને ગાંધીના અસહ્યોગ આંદોલનનો હિસ્સો માનવામાં આવે છે. બસંતી દેવી, ઉર્મિલા દેવી, સુનીતિ દેવી અસહ્યોગ આંદોલન સમયે મોટા નામ બનીને સામે આવ્યા હતા.
કમલાદેવી ચટ્ટોપાધ્યાય અસહ્યોગ આંદોલન સમયે ઉઠેલા મોટા નામમાંથી એક હતું. કમલાદેવી 1921 અસહ્યોગ આંદોલનનો હિસ્સો બન્યા. 1925માં સરોજની નાયડૂની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ. નાયડૂ આ હોદ્દાને મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. 1926માં ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસની શરૂઆત થઈ જેનો હતુ મહિલાઓને સારું શિક્ષણ આપવાનું હતું. જોકે, આને તરત જ એક રાજકીય ઉથલ-પાલના રૂપમાં લઈ લેવામાં આવ્યું હતું.
ગાંધી અસહ્યોગ આંદોલન ઉપરાંત અનેક એવા આંદોલનોની શરૂઆત થઈ જેમાં મહિલાઓ સૈનિકોએ પ્રથમ પક્તિમાં ઉભા રહીને પોતાની ભૂમિકા ભજવી હતી. સરલા દેવી ઘોષાલ એક આવું જ નામ છે, જેમણે ડાયરેક તો આઝાદીની લડાઈમાં ભાગ લીધો નહીં પરંતુ મહિલાઓ ઉપરાંત પુરૂષોને અખાડો શિખવવાનું કામ કર્યું. તેઓ મહાત્મા ગાંધી, દૂર્ગાબાઈ દેશમુખ, આચાર્ય કૃપલાની, કમલાદેવી ચટોપાધ્યા. અને સરોજિની નાયડૂના નજીકના હતા. સરલા દેવીએ અનેક મહિલાઓના સમુહને આઝાદીની લડાઈ માટે તૈયાર કર્યા હતા.
વર્ષ 1930થી પહેલા અનેક મહિલાઓએ મોટા પ્રમાણમાં આઝાદીની લડાઈમાં હિસ્સો લઈ ચૂકી હતી. પરંતુ વર્ષ 1930નો દશકો આઝાદીની લડાઈનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યો.
આ પણ વાંચો-
વર્ષ 1930- મહિલાઓએ આઝાદીની લડાઈમાં પુરૂષોના ખભાથી ખભો મિલાવીને કર્યું કામ
ફેમસ સોશિયલ સાઇન્ટિસ્ટ માનીની ચેટર્જીએ એક લેખમાં વર્ષ 1930ને સ્વતંત્રતા સંગ્રામમાં મહિલાઓની ભાગીદારીનો એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યું છે. તેમના અનુસાર 1930થી પહેલા માત્ર મુઠ્ઠીભર મહિલાઓ આઝાદીની લડાઇમાં સામેલ હતી પરંતુ 1930 પછી મોટા શહેરો સહિત નાના શહેરોથી લઈને ગામડાઓ સુધીની મહિલાઓ આઝાદીની જંગમાં સામેલ થઈ હતી.
ચેટર્જી અનુસાર તે મહાત્મા ગાંધી દ્વારા મહિલાઓને આંદોલનમાં ભાગ લેવા માટે પ્રત્યક્ષ અને સક્રિય પ્રોત્સાહનનું પરિણામ હતું. આ માત્ર ગાંધીવાદી આંદોલન નહતો. મહિલાઓએ ક્રાંતિકારી આંદોલનમાં પણ પોતાની જગ્યા બનાવી હતી. ક્રાંતિકારી મહિલાઓએ હથિયાર ઉઠાવ્યા અને પાછળ ન રહેવાનો દંઢ સંકલ્પ કર્યો.
આ પણ વાંચો-સ્વાતંત્ર્ય પર્વ નિમિત્રે મેડલની જાહેરાતઃ રાજ્યના આ 20 પોલીસ અધિકારીઓને મળશે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ
પ્રીતિલતા વદ્દાદર ભારતીય સ્વતંત્રતા સંગામની મહાન ક્રાંતિકારીઓમાંથી એક હતી. તેમના વિશે ચેટર્જીએ પોતાના લેખમાં લખ્યું કે પ્રીતિલતા વદ્દાદરે પોતાના મોતથી પહેલા કહ્યું હતુ કે, મહિલાઓ દઢ છે કે તેઓ હવે પાછળ રહેશે નહીં અને કોઈપણ ગતિવિધિઓમાં પોતાના ભાઈઓ સાથે ખભાથી ખભો મિલાવીને ઉભી રહેશે, પછી ભલે ગમે તેવી વિકટ અને ખતરનાક સ્થિતિ કેમ ના હોય? મને સંપૂર્ણ આશા છે કે મારી બહેનો હવે પોતાને કમજોર સમજશે નહીં અને બધા જ ખતરાઓ અને વિષમ પરિસ્થિતિનો સામનો કરવા માટે પોતાને તૈયાર કરશે અને હજારોની સંખ્યામાં ક્રાંતિકારી આંદોલનમાં સામેલ થશે.
આંદોલન માટે મહિલાઓને કેમ પસંદ કરવામાં આવી?
માનીની ચેટર્જી લખે છે કે ગાંધીજીનું માનવું હતું કે મહિલાઓ શાંતિ પસંદ કરે છે, તેઓ હિંસા અને ખૂન-ખરાબો થવા દેશે નહીં. મહિલાઓ ત્યાગ પણ કરી શકે છે અને લડાઈ પણ લડી શકે છે.
ચેટર્જી આગળ લખે છે કે મહિલાઓ માત્ર તે માટે પસંદ કરવામાં આવી નહતી કે તેઓ ત્યાગ કરી શકે છે પરંતુ તેઓ હિંસાને નાપસંદ કરે છે. મહિલાઓએ 1930ની લડાઈમાં બંદૂક પણ ઉઠાવી. ગાંધીજીએ ડાંડી માર્ચની શરૂઆત કરી તેના માત્ર બે સપ્તાહમાં ચટગાંવ શસ્ત્રાગાર લૂટ (ચટગાંવ આર્મી રેડ) 18 એપ્રિલ 1930માં થઈ.
18 એપ્રિલ 1930માં ભારતના મહાન ક્રાંતિકારી સૂર્ય સેનના નેતૃત્વમાં શસ્ત્રોથી સજ્જ ભારતીય સ્વતંત્રતા સેનાનિઓ દ્વારા ચટગાંવ (હવે બાંગ્લાદેશમાં) પોલીસ અને સહાયક દળોના સશ્ત્રગાર પર છાપો મારીને તેને લૂટવાની કોશિશ કરવામાં આવી હતી. આને ચટગાંવ શસ્ત્રગાર છાપો અથવા ચટગાંવ વિદ્રોહના નામથી ઓળખવામાં આવે છે.
બધા જ છાપામાર ક્રાંતિકારી સમૂહોના સભ્યો હતા, જેમણે બ્રિટિશરોની ગુલામીથી ભારતને આઝાદ કરાવવા માટે સશસ્ત્ર વિદ્રોહના પક્ષકાર રહ્યા હતા. આ સમૂહમાં ગણેશ ઘોષ, લોકેનાથ બાલ, અંબિકા ચક્રવર્તી, હરિગોપાલ બાલ (તેગ્રા), અનંત સિંહ, આનંદ પ્રસાદ ગુપ્તા, ત્રિપુરા સેન, બિધુભૂષણ ભટ્ટાચાર્ય, હિમાંશુ સેન, બિનોદ બિહાર ચૌધરી, સુબોધ રોય અને મોનોરંજન ભટ્ટાચાર્ય, પ્રીતિલાતા વદ્દેદાર, કલ્પના દત્તા સામેલ હતા.
કલ્પના દત્તા કેમેસ્ટ્રીની વિદ્યાર્થીની હતી. વિદ્રોહમાં સામેલ થવા માટે તે સૂટકેસમાં ભરીને એસિડ લાવતી અને ગન કોટન અને ડાયનામાઈટ બનાવવાની ટ્રેનિંગ આપતી હતી. પાછળથી તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. પરંતુ આનાથી પહેલા તેમને મહિલા અને પુરૂષો બંનેને ટ્રેનિંગ આપી હતી.
જણાવી દઈએ કે, ભારતીય સ્વતંત્રતા સંગામની મહાન ક્રાંતિકારી પ્રિતલતા વદ્દાદરે કલ્પના દત્તા પાસેથી ડાયનામાઈટ બનાવવાની ટ્રેનિંગ લીધી હતી, તેઓ પ્રીતીલતા સાહિત્યની વિદ્યાર્થીની હતી. તેઓ પણ કલ્પના સાથે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. પ્રીતિલતા પોતાને એક શહીદનો દરજ્જો આપવા માંગતી અને તેમણે અંડરગ્રાઉન્ડ દરમિયાન જ સાયનાઈડ ખાઇને મોતને વ્હાલું કર્યું હતું. પરંતુ તેઓ અંગ્રેજો સામે ઝૂક્યા નહતા. આ વિદ્રોહ દરમિયાન તેમની અનેક સાથીઓના પણ મોત થઈ ગયા હતા.
આમ 1930ની જંગમાં બે રીતે ભારતીય મહિલાઓએ આઝાદીની લડાઈમાં ભૂમિકા ભજવી હતી. એક એવી મહિલાઓ હતી જેઓ પડદા પાછળ રહીને આઝાદીની લડાઈમાં પોતાનું સર્વસ્વ જ ન્યોછાવર કરી રહી હતી તો બીજી એવી મહિલાઓ હતી જેઓ પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર સામે છાતીએ જ લડાઈમાં કૂદીને પડી હતી.
આઝાદીના 17 વર્ષ પહેલા મનાવવામાં આવ્યો હતો આઝાદીનો જશ્ન
સવિનય અવજ્ઞા આંદોલનના મહત્વ પર ભાર આપતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહા ઈન્ડિયા આફ્ટર ગાંધીમાં લખે છે, ભારતને આઝાદી 15 ઓગસ્ટ 1947માં મળી પરંતુ દેશભક્તિથી ભરપૂર ભારતીયોએ પોતાનું પ્રથમ સ્વતંત્રતા દિવસ 17 વર્ષ પહેલા જ મનાવી લીધો હતો.
જાન્યુઆરી 1930ના પ્રથમ સપ્તાહમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પુણે સ્વરાજ અથવા પૂર્ણ સ્વતંત્રતાના સમર્થનમાં દેશવ્યાપી પ્રદર્શનો માટે એક પ્રસ્તાવ પારિત કર્યો. તેવું અનુભવાયું કે આ રાષ્ટ્રવાદી આકાંક્ષાઓને વધારશે અને અંગ્રેજોને સત્તા છોડવા પર ગંભીરતાથી વિચાર કરવા માટે મજબૂર કરશે.
26 જાન્યુઆરી 1930માં એક સાર્વજનિક જાહેરાત કરવામાં આવી- એદ દિવસ જેને કોંગ્રેસ પાર્ટીએ ભારતીયોથી સ્વતંત્રતા દિવસના રૂપમાં મનાવવાનો આગ્રહ કર્યો. ભારત માટે ડોમિનિયન સ્ટેટ્સના પ્રશ્ન પર સ્વતંત્રતા આંદોલનના નેતાઓ અને અંગ્રેજો વચ્ચે વાતચીત તૂટવાના કારણે ઘોષણા પત્ર પસાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- પાકિસ્તાનનો આજે સ્વતંત્રતા દિવસ : એક જ દિવસે આઝાદી મળવા છતા કેમ ભારતથી એક દિવસ પહેલા કરે છે ઉજવણી?