ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

G7 પહેલા ઈટાલિયન સંસદમાં મારપીટ સાથે ઉગ્ર લડાઈ શા માટે થઈ? જુઓ વીડિયો

Text To Speech
  • સંસદમાં એક બિલને લઈને સાંસદો વચ્ચે થયો ઉગ્ર હોબાળો, સાંસદો વચ્ચે શરૂ થયેલો વિવાદ પાછળથી લડાઈમાં પરિણમ્યો

રોમ, 14 જૂન: ઈટાલીમાં G7 સમિટ પહેલા દેશની સંસદમાંથી એક ચોંકાવનારો વીડિયો બહાર આવ્યો છે. સંસદમાં એક બિલને લઈને સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારપીટ થઈ હતી. સંસદની અંદર લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇટાલીના કેટલાક પ્રદેશોને સ્વાયત્તતા આપવા સંબંધિત બિલને લઈને સંસદમાં આ વિવાદ શરૂ થયો હતો. આ બિલના સમર્થન અને વિરોધ કરી રહેલા સાંસદો વચ્ચે શરૂ થયેલો વિવાદ પાછળથી લડાઈમાં પરિણમ્યો હતો.

 

વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ 

વીડિયોમાં જોઈ શકાય છે કે, વિપક્ષી પાર્ટીના સાંસદ લિયોનાર્ડો ડોનો(Leonardo Donno) સરકારના મંત્રી રોબર્ટો કાલ્ડરોલી(Roberto Calderoli)ને ઈટાલીનો રાષ્ટ્રધ્વજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ડોનોએ ધ્વજ લેવાની ના પાડી અને પીછેહઠ કરી લીધી. આ દરમિયાન અન્ય સાંસદોની ભીડ એકઠી થઈ ગઈ અને થોડી જ વારમાં બંને પક્ષ વચ્ચે લાતો અને મુક્કાબાજી શરૂ થઈ ગઈ. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વિદેશ મંત્રી એન્ટોનિયો તેજાની (Antonio Tejani)એ દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, તેમની પાસે કોઈ શબ્દ નથી. આપણે બીજું ઉદાહરણ બેસાડવું પડશે, નહીં કે રાજકીય સમસ્યાઓ ઉકેલવા માટે મારપીટ અને લડાઈ કરવાની છે.

મહત્ત્વપૂર્ણ છે કે, 50મી જી7 સમિટનું આયોજન ઈટાલીના અપુલિયામાં થઈ રહ્યું છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓના વડાઓ હાજર છે. જેમાં અમેરિકાના પ્રમુખ જો બાઈડન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને બ્રિટિશ પીએમ ઋષિ સુનકનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ: ગૃહમંત્રીએ શું વાત કહી? તે અંગે તમિલિસાઈ સુંદરરાજને પોતે જણાવી સત્યતા, જાણો 

Back to top button