ટ્રેન્ડિંગમનોરંજન

કેમ શાહરૂખ ખાનને મુંબઈ એરપોર્ટ પર કલાક સુધી અટાકાવવામાં આવ્યો ?

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા શાહરૂખ ખાનને રોકવાનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન કસ્ટમ વિભાગે એક કલાક સુધી કસ્ટમ ડ્યુટી ન ચૂકવવા બદલ શાહરૂખ ખાનની પૂછપરછ પણ કરી હતી. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને તેની ટીમને શુક્રવારે મોડી રાત્રે કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પર રોકી હતી. લગભગ એક કલાકની પૂછપરછ બાદ શાહરૂખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાની એરપોર્ટની બહાર નીકળતા જોવામાં આવ્યા હતા. પરંતુ કિંગ ખાનનો બોડીગાર્ડ રવિ કસ્ટમ દ્વારા પકડાઈ ગયો હતો. અહેવાલો અનુસાર, શાહરૂખ ખાનની લાખો રૂપિયાની ઘડિયાળો ભારતમાં લાવવા, તેની બેગમાંથી મોંઘી ઘડિયાળોના ખાલી બોક્સ મળવા અને કસ્ટમ ડ્યુટી ન ચૂકવવા બદલ પૂછપરછ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : જેકલીન ફર્નાન્ડીઝને વચગાળાના જામીન, 15 નવેમ્બરે આવી શકે છે નિર્ણય

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં શાહરૂખ ખાન તેની ટીમ સાથે એક બુક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ખાનગી ચાર્ટર VTR-SG દ્વારા દુબઈ ગયો હતો. આ પ્રાઈવેટ ચાર્ટર ફ્લાઈટમાં ગઈ કાલે રાત્રે 12.30 વાગ્યે મુંબઈ પરત ફર્યા હતો. રેડ ચેનલ પાર કરતી વખતે કસ્ટમ્સને શાહરૂખ ખાન અને તેની ટીમની બેગમાંથી લાખો રૂપિયાની ઘડિયાળો મળી આવી હતી. આ પછી કસ્ટમે બધાને રોક્યા અને બેગની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન બેગમાંથી ઘણી મોંઘી ઘડિયાળો જેવી કે બાબુન અને ઝુર્બક ઘડિયાળ, રોલેક્સ ઘડિયાળના 6 બોક્સ, સ્પિરિટ બ્રાન્ડની ઘડિયાળ (આશરે રૂ. 8 લાખ), એપલ સિરીઝની ઘડિયાળો મળી આવી હતી. આ સાથે ઘડિયાળોના ખાલી બોક્સ પણ મળી આવ્યા હતા. જ્યારે કસ્ટમે આ ઘડિયાળોનું મૂલ્યાંકન કર્યું ત્યારે તેના પર 17 લાખ 56 હજાર 500 રૂપિયાની કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવી હતી. આ પછી, કરોડો રૂપિયાની આ ઘડિયાળો પર શાહરૂખને લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવવાનું પણ કહેવામાં આવ્યું હતું. એક કલાક સુધી ચાલેલી પ્રક્રિયા બાદ શાહરૂખ અને પૂજા દદલાનીને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યા હતા પરંતુ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમના સભ્યોને અટકાવવામાં આવ્યા હતા.

SRK - Hum Dekhenge News
SRK on Mumbai Airport

શાહરૂખના બોડીગાર્ડે ચૂકવ્યો ચાર્જ

પુગલ અને કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર યુદ્ધવીર યાદવે આ સમગ્ર કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિએ 6 લાખ 87 હજાર રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચૂકવી હતી. જેનું બિલ શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિના નામે બનેલું છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ પૈસા શાહરૂખ ખાનના ક્રેડિટ કાર્ડથી ચૂકવવામાં આવ્યા છે.  આ પછી, કસ્ટમ વિભાગે સવારે 8 વાગ્યે શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિને છોડી દીધો હતો.

Back to top button