કંગના રનૌતની ‘ઈમરજન્સી’ કેમ ત્રીજી વખત થઈ પોસ્ટપોન, શું છે કારણ?


- કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં સત્તાવાર જાહેરાત કરી છે કે કંગનાની ‘ઈમરજન્સી’ ફિલ્મની રીલીઝ ફરી એક વખત પોસ્ટપોન કરવામાં આવી છે, કેમકે કંગના હાલમાં દેશની સેવામાં વ્યસ્ત છે
16 મે, ગુરૂવારઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હાલમાં લોકસભા ચૂંટણી 2024ના પ્રચારમાં ખૂબ વ્યસ્ત છે. તે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહી છે. કંગના પહેલી વખત રાજકારણમાં આવી છે. લાંબા સમયથી તે ‘ઈમરજન્સી’ ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે અને ચાહકો આ ફિલ્મની રીલીઝની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.
રીલીઝ ફરી ટળી
દર્શકોએ ‘ઈમરજન્સી’ની રીલીઝ માટે વધુ રાહ જોવી પડશે, કારણ કે તેની રીલીઝ ફરી એકવખત પોસ્ટપોન થઈ છે. આ ત્રીજી વખત છે જ્યારે ફિલ્મ પોસ્ટપોન કરવામાં આવી છે. કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં સત્તાવાર જાહેરાત કરી છે કે કંગનાની ‘ઈમરજન્સી’ ફિલ્મની રીલીઝ ફરી એક વખત પોસ્ટપોન કરવામાં આવી છે, કેમ કે કંગના હાલમાં દેશની સેવામાં વ્યસ્ત છે.
પ્રોડક્શન હાઉસે આપી જાણકારી
પ્રોડક્શન હાઉસ દ્વારા જારી કરવામાં આવ્યું છે કે, કંગના રનૌતને જે રીતે પ્રેમ મળી રહ્યો છે તેનાથી અમારું હૃદય પણ પ્રેમથી ભરાઈ ગયું છે. કંગના હાલમાં દેશની સેવામાં વ્યસ્ત છે. તે દેશ માટેના પોતાના કમિટમેન્ટ્સ પૂરા કરવામાં બીઝી છે. આ કારણે અભિનેત્રીની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ‘ઈમરજન્સી’ પોસ્ટપોન કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રણબીરની રામાયણ સૌથી મોંઘી ભારતીય ફિલ્મ, બ્રહ્માસ્ત્ર કરતા પણ વધુ બજેટ!