ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આણંદ કલેક્ટર IAS ડી.એસ ગઢવીને તાત્કાલિક કેમ સસ્પેન્ડ કરાયા ?

Text To Speech

આણંદના કલેક્ટર DS ગઢવી ને તાત્કાલીક અસર થી સસ્પેન્સ કરવામા આવ્યા છે. અને આણંદ કલેકટરનો ચાર્જ ડીડીઓને સોપાયો છે. કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. ક્લીપ વિવાદમાં તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા હોવાનું કહેવામા આવી રહ્યું છે. આમ કલેક્ટર કચેરીમાં બહાર આવેલું વીડિયો ક્લિપિંગ તેમને નડી ગયું હોવાનું કહેવામા આવી રહ્યું છે.

આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીને તાત્કાલિક સસ્પેન્ડ કરાતા હળકંપ

પ્રાપ્ત જાણકારી મુજબ ડી.એસ ગઢવી પોતાની જ ચેમ્બરમાં ભારતના રાજચિહ્નોની સામે મહિલા સાથે અધમ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. રિટાયર્ડમેન્ટના આરે પહોંચેલા IAS ડી.એસ ગઢવીએ કલેક્ટર ચેમ્બરમાં જ મહિલા કર્મચારી સાથે ‘અવર્ણનીય કૃત્ય’ આચર્યા અંગે અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. જેના પગલે બુધવારે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ -GADએ ગઢવીને સસ્પેન્ડ કરી દીધા હતા.આ સાથે તેમના અવર્ણનીય કૃત્યની વીડિયો ક્લિપ સાથે અધિક મુખ્ય સચિવ- ACS સુનયના તોમરના અધ્યક્ષપદે છ સિનિયરોની કમિટી રચી તપાસ સોપી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે વહિવટી તંત્રમાં હડકંપ મચ્યો છે. ઉચ્ચ અધિકારીઓની લોબીમાં સન્નાટો છવાઈ ગયો છે. તેમજ બીજી તરફ વિરોધીઓ દ્વારા હની ટ્રેપ કરવામાં આવી હોવાની વ્યાપક ચર્ચા પણ થઈ રહી છે.

આણંદ કલેક્ટર-humdekhengenews

મહિલા સાથેનો કથિત વીડિયો થયો  વાયરલ

જાણકારી મુજબ જાન્યુઆરી- 2023માં ડી.એસ ગઢવીએ પોતાની જ ચેમ્બરમાં મહિલા સાથે અહીં વર્ણન ન કરી શકાય તેવા કૃત્ય અંગેનો વીડિયો સ્પાય કેમેરા અથવા CCTVમાં કેદ થયો હતો. જેના ફુટેજ વાઈરલ થતા રાજ્ય સરકારે IAS ગઢવીને સસ્પેન્ડ કર્યા છે. અને NCS સુનયના તોમર સહિત ત્રણ સિનિયર મહિલા IAS, બે મહિલા સંયુક્ત સચિવ ઉપરાંત એક અધિક સચિવ એમ 6સભ્યોની કમિટીને વીડિયો ફુટેજ સાથે તપાસ સોંપી છે.

આણંદ કલેક્ટર-humdekhengenews

આણંદ કલેકટર નો ચાર્જ ડીડીઓને સોપાયો

આ તરફ કલેક્ટરનો ચાર્જ આણંદના DDO મિલિન્દ બાપનાને તત્કાળ અસરથી સોંપવામા આવ્યો છે. IAS ગઢવી 2008 ની બેચના આઈએએસ ઓફિસર છે તેઓ સુરત ડીડીઓ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ, આટલા કરોડ વધારાના ફાળવાશે

Back to top button