જુનાગઢમાં 2000 લીટર દૂધ બજારમાંથી કેમ પાછું ખેંચી લેવામા આવ્યું ? આ રહ્યું કારણ
જુનાગઢમાં સહકારી ડેરીએ પોતાની ડેરીનું 2000 લીટર દૂધ બજારમાંથી પાછું ખેંચી લીધુ છે. જૂનાગઢની રિટેલ દુકાનો પરથી દૂધની ખરીદી કરતા ગ્રાહકોએ દૂધ અંગે ફરિયાદ કરતા સાવજ ડેરી સંચાલકોએ તાત્કાલીક ધોરણે 2000 લીટર દૂધ બજારમાંથી પાછું ખેંચ્યું છે. ત્યારે આટલી મોટી માત્રામાં દૂધને પાછું ખેંચી લેતા લોકોમાં ચર્ચા ચગાવી છે કે દૂધમાં કોઈ ખરાબી હોવાને કારણે આ નિર્ણય લીધો છે કે કેમ ? દૂધ ખરેખર ગરમીના કારણે બગડ્યું? અથવા દૂધમાં કોઈ મીલાવટ કરવામાં આવી રહી છે ? આ તમામ સવાલો લોકો દ્વારા ઉઠાવવામા આવી રહ્યા છે.
2000 લીટર દૂધ બજારમાંથી પરત ખેંચ્યું
જાણકારી મુજબ જૂનાગઢ સાવજ ડેરી દ્વારા 2000 લીટર દૂધ બજારમાંથી પરત મંગાવી લેવામા આવ્યું છે. ગ્રાહકો દ્વારા ખરીદાયેલા અમૂલ દૂધમાં ફરિયાદો મળતા સાવજ ડેરી ચેરમેન દિનેશ ખટારીયા દ્વારા બજારમાં મોકલાવેલ 2000 લીટર દૂધ પરત ખેંચી લેવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.
ડેરીના ચેરમેને આ અંગે આપી માહીતી
સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ આ અંગે માહીતી આપતા જણાવ્યું હતુ કે ‘ ગરમીને કારણે દૂધમાં સ્વાદ અને ગુણવત્તામાં ફેરફાર થયો છે તે સિવાય બીજી કોઈ વાત નથી’,’અમૂલ દૂધના ઉત્પાદનમાં સાવજ ડેરી પાસે દૂધના સેમ્પલો લેવા માટે લેબોરેટરી છે અને આ લેબોરેટરીમાં દૂધની ચકાસણી કર્યા બાદ તેને બજારમાં મૂકવામાં આવે છે. જેથી દૂધમાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ તાપમાનમાં વધ-ઘટ થતા દૂધની ક્વોલેટી બદલાતી રહે છે. મહત્વનું છે કે સાવજ ડેરી અમૂલ ડેરીના સહયોગથી દૂધ અને ડેરી પ્રોડક્ટ બનાવે છે.જેથી આ ઘટનાની અસર અમૂલ ડેરીની શાખા પર થઈ શકે છે.
આ પણ વાંચો : હવેથી અમદાવાદમાં Uber અને Rapidoના વાહનો દેખાશે તો થશે જપ્ત, જાણો કેમ કરાઈ રહી છે કાર્યવાહી