વર્લ્ડ

કેમ આ શાકાહારી પ્રાણીની સંખ્યા ધટી રહી છે, જાણો એની પાછળનું મોટુ કારણ

Text To Speech

દુનિયામાંથી ગેંડાની સંખ્યામાં નોંઘપાત્ર ધટાડો નોંઘાઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ ગેંડાના શિંગડાની કિંમત, હિરા અને સોના કરતાં પણ વઘારે છે. જેના કારણે શિકારીઓને આ શિંગડાની મોં માગી કિંમત મળતી હોય છે. જેના કારણે શિકારીઓ ગેંડા જેવા શાકાહારી પ્રાણીઓનો શિકાર કરી પૈસા કમાવાનો રસ્તો અપનાવતા હોય છે. આજ કારણથી દુનિયામાં શાકાહારી પ્રાણીઓની સંખ્યા ધટી રહી છે.

સોના કરતા પણ મોંઘું છે ગેંડાનું શિંગડું

શાકાહારી પ્રાણીઓનો શિકાર કરવો એ ગુનો છે પરંતુ ગેંડાના શિંગડા જ એટલા કિંમતી છે કે શિકારીઓ ક્યાંક ને ક્યાંક ગુનો કરી રહ્યા છે. ગેંડાના શિંગડાને કારણે ગત કેટલાક વર્ષોમાં ગેંડાના શિકારનું પ્રમાણ વધ્યું છે. દાણચોરી કરનારા લોકો શિંગડા માટે ગેંડાની હત્યા કરતા પણ અચકાતા નથી. એક રિપોર્ટ મુજબ ગેંડાના શિંગડા એક લાખ ડોલર પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ગેંડાના શિંગડામાં કેરાટિન હોય છે. જેનો ઉપયોગ વિવિધ વસ્તુઓમાં થાય છે. તેમાંથી દવા પણ બનાવવામાં આવે છે.

ગેંડો -humdekhengenews

 આ પણ વાંચો : અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યુ મોટું નિવેદન, મુસ્લિમ લીગને ગણાવી સેક્યુલર પાર્ટી

આ પ્રાણીઓ વિલુપ્ત થવાના આરે

એક શોઘમાં જાણવા મળ્યુ છે કે, દુનિયામાં હાથીની પ્રજાતિ, ગેંડા, દરિયાઈ ધોડા અને ગોરિલ્લા સહિતના સૌથી મોટા અને શાકાહારી જાનવરો છે. જે હવે વિલુપ્ત થવાના આરે છે. કેમ કે દુનિયામાં તેના ખરીદદારો આ ખાદ્ય વસ્તુઓને કારણે આ પશુઓના શરીરના ભાગ વેચે છે અને શિકારીઓને સારી એવી કિંમતનો લાભ આપે છે.

 આ પણ વાંચો : રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસ એલર્ટ : સંવેદનશીલ વિસ્તારોનું કરાયું ડ્રોન સર્વેલન્સ

Back to top button