ટ્રેન્ડિંગફૂડવર્લ્ડવિશેષહેલ્થ

ફળો પર સ્ટીકર કેમ લગાવવામાં આવે છે? જાણો તેનાં પર લખેલા નંબરનો અર્થ

Text To Speech

HD ન્યૂઝ, 28 મે: હંમેશા ઓર્ગેનિક ફળોનો જ ઉપયોગ કરો. નિષ્ણાતો ફળો પર લખેલા નંબરો જોયા પછી જ ખરીદવાની ભલામણ કરે છે. જ્યારે તમે બજારમાં ફળ ખરીદવા જાઓ છો, ત્યારે તેના પર નાના-નાના સ્ટીકર લાગેલા હોય છે. તે વાંચ્યા વિના, આપણે તેને ફેંકી દઈએ છીએ અને ફળો ખાઈએ છીએ. જો તમે ધ્યાન આપ્યું હશે તો તે સ્ટીકર પર કેટલાક નંબર લખેલાં હોય છે. તેનો વિશેષ અર્થ હોય છે. જેના દ્વારા આપણને ફળો વિશે જાણવા મળે છે અને તેની ગુણવત્તાની ઓળખ મળે છે. ચાલો જાણીએ ફળો પર સ્ટીકર લગાવવાનું કારણ અને તેનાં પર લખેલા નંબરોનો અર્થ…

ફળો પર લાગેલા સ્ટીકરનાં નંબરોનો અર્થ

ફળો પર જે સ્ટીકર લગાવવામાં આવે છે તેના પર કોડ લખેલા હોય છે, જે ફળની ગુણવત્તા દર્શાવે છે. તેનાં પર લખાયેલ નંબર, તેનાં અંકો અને સંખ્યાની શરૂઆત ગુણવત્તાને ઓળખવા માટે હોય છે. જો સ્ટીકર પર 5 અંકનો નંબર હોય તો તેનો અર્થ છે કે ફળ ઓર્ગેનિક રીતે પકવવામાં આવ્યું છે. જ્યારે ફળ પર 4 નંબરનું સ્ટીકર લગાવવામાં આવે તો તેનો અર્થ એ છે કે તેને પકવવામાં રસાયણો અને દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફળો પર લાગેલા સ્ટીકરની સંખ્યાથી સારા ફળોની ઓળખ

જો ફળ પરનાં સ્ટીકર પર 5 અંકનો નંબર લખાયેલો હોય અને તેનો પહેલો નંબર 9થી શરૂ થાય, તો આ કોડનો અર્થ છે કે ફળ ઓર્ગેનિક રીતે પકવવામાં આવ્યું છે. તેમને ખાવું સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક હોઈ શકે છે. જો ફળ પરનાં સ્ટીકરમાં 5 અંકનો નંબર હોય અને તે 8થી શરૂ થાય, તો તેનો અર્થ એ છે કે ફળ આનુવંશિક ફેરફાર સાથે પકવવામાં આવ્યું છે અથવા તે બિન-ઓર્ગેનિક છે.

કયા નંબરનાં ફળ ન ખરીદવા જોઈએ?

કેટલાક ફળોમાં માત્ર 4 અંકની સંખ્યા હોય છે. આનો અર્થ એ છે કે તેમને જંતુનાશક દવાઓ અને રસાયણોથી પકવવામાં આવ્યા છે. આ ફળો ઓર્ગેનિક ફળો કરતાં ઘણા સસ્તા અને ઓછા ફાયદાકારક છે. આવા ફળો ખરીદવાનું ટાળવું જોઈએ. આવા ફળો હાનિકારક હોઈ શકે છે. ફળોમાં વધુ પડતાં રસાયણોનો ઉપયોગ કરવાથી કેન્સર જેવી ખતરનાક બીમારી થઈ શકે છે. હંમેશા ઓર્ગેનિક ફળોનો જ ઉપયોગ કરો.

આ પણ વાંચો: મુંબઈ ઇન્ફ્રાસ્ટ્રકચર બૂમ: નવા ઇન્ફ્રા પ્રોજેક્ટથી રહેવા માટે બનશે વધુ સારું શહેર

Back to top button